નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની એમેઝોને આશરે 1,000 કર્મચારીની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. 1,000 લોકોની પ્રોફાઈલને ખતમ કરી દીધી છે. આની સીધી અસર ભારત, અમેરિકા અને બ્રિટનમાં કામ કરી રહેલા કર્મચારીઓ પર થવાની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીએ આ નિર્ણય પોતાના રિટેલ બિઝનેસમાં ફેરફાર અંતર્ગત કર્યો છે. ખાસ વાત એ છે કે, એમેઝોનની આ છટણી એવા સમયે થઈ રહી છે, જ્યારે એમેઝોનનું ફેસ્ટિવલ સેલ આવી રહ્યું છે.
બિઝનેસ મોડેલમાં ફેરફાર કરાયા
છટણીની સૌથી વધારે અસર એમેઝોન સ્ટોર્સ ડિવિઝન પર થવાની છે. કંપનીનું એક યુનિટ ઑનલાઈન શોપિંગ બિઝનેસ પર ફોક્સ કરે છે. હવે કંપની 1000 લોકોની નોકરીની પ્રોફાઈલ ખતમ કરવાના નિર્ણય પર અડગ છે. એમેઝોન કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્ટોર્સ બિઝનેસના કેટલાક ભાગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આવું કરવા પાછળ કંપનીની કેટલાક બીજા વિષયોને આપવામાં આવતી પ્રાથમિકતા છે. જેના પર તે વધુ ગુણવત્તાયુક્ત કામગીરી કરવા માગે છે.
આ બદલાવની અસર કસ્ટમર સર્વિસ તથા સેલિંગ પાર્ટનર પર થાય એવી પૂરી શક્યતા છે. આ ટીમ પર તેની અસર થશે. ભારત, અમેરિકા તથા બ્રિટનમાં કામ કરનારા કેટલાક કર્મચારીઓની નોકરી અહીંયા પૂરી થતા ગાઈડલાઈન્સ અનુસાર એમના અગાઉથી જાણ કરવામાં આવી હતી. એમેઝોનની આ છટણી અગાઉથી નક્કી કરેલા પે કટનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
અગાઉ 30 હજાર લોકોને હાંકી કાઢ્યા
આ પહેલા કંપનીએ 30 હજારથી વધારે કર્મચારીઓને ઘરભેગા કરી દીધા હતા. એ પણ અચાનક આ નિર્ણયથી કર્મચારીઓની આર્થિક રીતે કમર ભાંગી હતી. એમેઝોન ફાઉન્ડરે કહ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન ઓનલાઈન શૉપિંગમાં વધારો થતા કંપનીએ મોટી સંખ્યામાં લોકોને રાખ્યા હતા. પછી હવે સંખ્યા ઓછી કરવા માટે છટણીનો નિર્ણય કર્યો છે.
ખાસ વાત એ છે કે, એક તરફ કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે, બીજી તરફ AI પર ભારે રોકાણ કરવા કંપની તૈયારીઓ કરી રહી છે. કંપની ડેટા સેન્ટર, ચિપ્સ તથા AI સંબંધિત ઈન્ફ્રા. પર આશરે 220 અબજ ડૉલર ખર્ચ કરવા માટેનું પ્લાનિંગ કરી રહી છે. આગામી દિવસોમાં આ પ્લાનને એમેઝોનના કેટલાક ઑપરેશનમાં પણ જોડી દેવામાં આવશે.