Tue Sep 01 2026

Logo

એર ઇન્ડિયાની ફલાઇટમાં ટર્બ્યુલન્સ બાદ DGCA એકશન મોડમાં, પાઇલટ્સને ફરજ પરથી હટાવાયા

2026-08-09 19:50:55
Author: Chandrakant Kanoja
એર ઇન્ડિયાની ફલાઇટમાં ટર્બ્યુલન્સ બાદ DGCA એકશન મોડમાં, પાઇલટ્સને ફરજ પરથી હટાવાયા

નવી દિલ્હી : એર ઈન્ડિયાની ફલાઇટમાં ટર્બ્યુલન્સની ફરિયાદ બાદ ડીજીસીએ એક્શનમાં આવ્યું છે. જેમાં નાગરિક નાગરિક ઉડ્ડયન મંત્રાલય  જણાવ્યું છે કે ઉડ્ડયન સલામતીના ઉચ્ચતમ ધોરણો જાળવવામાં આવશે. તેમજ નિયમ મુજબ આ ફ્લાઇટના પાઇલટ્સને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. 

નિયમો અનુસાર પાઇલટ્સના સાયકોએક્ટિવ સ્ક્રીનીંગ 

ડીજીસીએ જણાવ્યું છે કે આ  ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને નિયમો અનુસાર જરૂરી પગલાં લેવામાં આવશે.આ ઘટના બાદ  બંને પાઇલટ્સે નિયમો અનુસાર સાયકોએક્ટિવ  સ્ક્રીનીંગ કરવામાં આવ્યા છે. જેમાં  કેપ્ટનના ટેસ્ટનું પરિણામ આવ્યા બાદ તેને વેરીફાઈ કરવા માટે ફરી ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા  AAIB આ મામલાની તપાસ કરી રહ્યું છે. DGCA એ તપાસ પૂર્ણ થાય અને અંતિમ ટેસ્ટ રિપોર્ટ ન આવે ત્યાં સુધી  બંને પાઇલટ્સને ફરજ પરથી દૂર કર્યા છે. 

આ તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે  શું પાઇલટ્સે ટર્બ્યુલન્સને યોગ્ય રીતે હેન્ડલ કર્યું હતું અને શું ટર્બ્યુલન્સ હવામાન પરિસ્થિતિઓ અથવા અન્ય પરિબળોને કારણે થયું હતું.તેમજ  મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે કે શું વિમાનને કોઈ ટેકનિકલ નુકસાન થયું છે  કેમ, જેમ કે હાઇડ્રોલિક સિસ્ટમ નિષ્ફળતા, અચાનક ઊંચાઈમાં ઘટાડો થવાને કારણે  ટર્બ્યુલન્સ ઉભું થયું હતું. 

વિમાનને દિલ્હી લઇ જવું એ યોગ્ય નિર્ણય હતો કે નહિ 

આ ઉપરાંત એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ  ઘટના બાદ વિમાનને દિલ્હી લઇ જવું એ યોગ્ય નિર્ણય હતો કે તેને  વારાણસી અથવા લખનઉ જેવા નજીકના એરપોર્ટ પર લેન્ડ કરાવવું જોઈતું હતું.