Tue May 19 2026

Logo

વર્ષો જૂની હત્યાઓનો ભેદ ઉકેલવા અમદાવાદ પોલીસ હવે હૉરર સ્ટોરીઝ સાંભળશે

2026-05-19 15:02:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ  ભૂત કે કોઈ અલૌકિક ઘટનાઓની વાતો સામાન્ય રીતે આપણે હસી કાંઢીએ અથવા અંધશ્રદ્ધા માનીએ છીએ, પરંતુ અમદાવાદ પોલીસ હવે આવી વાતો પર અને વાતો કરનારાઓ પર ધ્યાન આપશે. આનું કારણ એ છે કે છેલ્લા છ મહિનામાં આવી જ વાતોને આધારે પોલીસે બે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
 
પોલીસના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર અધિકારીઓને સતર્ક રહેવા કહ્યું છે તેમ જ તેમના ખબરીઓને પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવા કહ્યું છે. કોઈ માણસને સતત ભૂત દેખાયા કરતું હોય કે તે કોઈ જાદુટોના કે રહસ્યમય દુનિયાની વાતો કરતો હોય કે આવી કોઈની મદદ લેતો હોય, તો હોઈ શકે કે ભૂતકાળની કોઈ ભયાવહ ઘટના તેની સાથે જોડાયેલી હોય, જેમાં તે અપરાધી પણ હોઈ શકે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આનો અર્થ એ છે કે અમે કોઈપણ પ્રકારની ભૂતપ્રેતવાળી વાતોને મામૂલી ગણ નકારી દેશું નહીં, પરંતુ પૂછપરછ કે તપાસ કરીશું. જોકે પોલીસ અધિકારીઓની તપાસ વૈજ્ઞાનિક તથ્યો અને પુરાવા આધારિત રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદની બે હત્યાઓ આ પ્રકારની ભૂતની વાતોથી ઉકેલવામાં આવી હતી. સરખેજમાં ઈમરાન વાઘેલા નામનો શખ્સ પોતાને મૃત મોહંમદ અન્સારીનું ભૂત દેખાતું હોવાની વાતો કરતો હતો. વાઘેલા અન્સારીની પત્ની રૂબી સાથે સંબંધમાં હતો અને એક મિત્રની મદદથી તેણે અન્સારીની હત્યા કરી હતી. પોલીસ તપાસ બાદ અન્સારી રસોડામાં દફનાવેલો મળ્યો હતો. 
આવી જ રીતે વટવામાં એક પરિવારને ભૂત દેખાતું હતું અને ત્યારબાદ 34 વર્ષ જૂનો ફરઝાના રાધનપુરીની હત્યાનો ભેદ ભૂલ્યો હતો.