મુંબઈ: આજે બુધવારે ICCએ નવી રેન્કિંગ જાહેર કરી છે. ICC T20 બેટિંગ રેન્કિંગમાં ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટર અભિષેક શર્માએ નંબર સ્થાન જાળવી રાખ્યું છે, ભારતીય ટીમમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી ટોપ 10માં સ્થાન મેળવ્યું છે.
નવી રેન્કિંગમાં અભિષેક શર્મા દુનિયાના નંબર વન T20 બેટરનું સ્થાન જાળવી રાખ્યું છે, ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શનને કારણે તેના રેટિંગમાં મોટો વધો થયો છે, અગાઉ તેનું રેટિંગ 903 હતું કે વધીને 929 થયું છે. ગત વર્ષે અભિષેકનું રેટિંગ 931 પર પહોંચી ગયું. ન્યુઝીલેન્ડ સામનેની બાકીની બે મેચોમાં સારું પ્રદર્શન કરીને રેકોર્ડ બનાવી શકે છે.
તિલક ત્રીજા સ્થાને યથાવત:
અભિષેક શર્મા બાદ T20 બેટિંગ રેન્કિંગમાં બીજા ક્રમે ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ છે, તેનું રેટિંગ 849 છે. આમ તે અભિષેક કરતા ઘણો પાછળ છે. ઈજાને કારણે તિલક વર્મા ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં નથી રમી શક્યો પણ, તે હજુ પણ ત્રીજા સ્થાને છે. તેનું રેટિંગ 781 છે. ઇંગ્લેન્ડના જોસ બટલર 770 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. પાકિસ્તાનનો સાહિબજાદા ફરહાન 763ના રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. શ્રીલંકાનો પથુમ નિસાન્કા 758 રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે.
સૂર્યકુમારે મોટી છલાંગ લગાવી:
ન્યુઝીલેન્ડ સામેની બીજી મેચમાં 82 અને ત્રીજી મેચમાં 57 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ભારતીય ટીમનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે બેટિંગ રેન્કિંગમાં પાંચ સ્થાનની છલાંગ લગાવી છે, તે 717 ના રેટિંગ સાથે સાતમા ક્રમે પહોંચી ગયો છે.
ઓસ્ટ્રેલીયાનો ટ્રેવિસ હેડ 713ના રેટિંગ સાથે આઠમા, ઓસ્ટ્રેલીયાનો મિશેલ માર્શ 684 રેટિંગ સાથે નવામા અને ન્યુઝીલેન્ડનો ટિમ સીફર્ટ 669ના રેટિંગ સાથે દસમાં સ્થાને છે.
આમ ICC T20 બેટિંગ રેન્કિંગના ટોચના 10 માં ત્રણ ભારતીય ખેલાડીઓ છે.