Thu Jan 29 2026

Logo

White Logo

સાઉથ આફ્રિકાનો સાત નિષ્ફળ પ્રયાસ બાદ આઠમી ટી-20માં વિજય

10 hours ago
Author: Ajay Motiwala
Video

પાર્લ (સાઉથ આફ્રિકા: કૅપ્ટન એઇડન માર્કરમ (86 અણનમ, 47 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) અને લેફ્ટ-આર્મ સ્પિનર જ્યોર્જ લિન્ડે (પચીસ રનમાં ત્રણ વિકેટ)ના પર્ફોર્મન્સની મદદથી સાઉથ આફ્રિકા (South Africa)એ અહીં મંગળવારે વેસ્ટ ઇન્ડિઝને ત્રણ ટી-20 મુકાબલાવાળી પ્રથમ મૅચમાં આસાનીથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. સાઉથ આફ્રિકા (વર્લ્ડ કપને બાદ કરતા) સાત ટી-20માં ક્યારેય નહોતું જીતી શક્યું, પરંતુ આઠમા પ્રયાસમાં એને વિજયની સફળતા મળી છે.

સાઉથ આફ્રિકાએ 13 બૉલ અને નવ વિકેટ બાકી રાખીને 174 રનનો લક્ષ્યાંક 17.5 ઓવરમાં 1/176ના સ્કોર સાથે મેળવી લીધો હતો.

માર્કરમ (Markram) અને બીજા ઓપનર લુઆન-ડ્રે પ્રીટોરિયસ (44 રન) વચ્ચે 83 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ માર્કરમે રાયન રિકલ્ટન (40 અણનમ) સાથે 93 રનની અતૂટ ભાગીદારી કરીને સાઉથ આફ્રિકાને શાનદાર વિજય અપાવ્યો હતો.

રોસ્ટન ચેઝ, જેડન સીલ્ઝ અને જેસન હોલ્ડર સહિત કુલ છ બોલર માર્કરમને વિજય તરફ જતા રોકી નહોતા શક્યા. હવે ગુરુવારે (રાત્રે 9.30 વાગ્યાથી) બીજી ટી-20 (T20) રમાશે.