Thu Jan 29 2026

Logo

White Logo

અનુભવી ખેલાડીઓ વિનાની ઑસ્ટ્રેલિયાની ‘ બી' ગ્રેડની ટીમ પહોંચી પાકિસ્તાન

21 hours ago
Author: Ajay Motiwala
Video

લાહોરઃ એક તરફ પાકિસ્તાન ફેબ્રુઆરી-માર્ચના મેન્સ ટી-20 વર્લ્ડ કપના સંભવિત બહિષ્કારને લગતા વિવાદમાં ફસાયું છે ત્યાં બીજી તરફ પાકિસ્તાનના ખેલાડીઓ ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે ત્રણ મૅચની ટી-20 સિરીઝ રમવાની તૈયારીમાં વ્યસ્ત છે અને આ શ્રેણી માટેની ઑસ્ટ્રેલિયાની ` બી' ગ્રેડની ટીમ બુધવારે પાકિસ્તાન પહોંચી હતી.

મિચલ માર્શની કૅપ્ટન્સીમાં ઑસ્ટ્રેલિયાની જે ટીમ લાહોર પહોંચી એ ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓની ગેરહાજરી હતી. ફાસ્ટ બોલર્સ પૅટ કમિન્સ, જૉશ હૅઝલવૂડ તથા નૅથન એલિસ તેમ જ ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ તેમ જ બૅટ્સમૅન ટિમ ડેવિડને પાકિસ્તાનના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે.

ઑસ્ટ્રેલિયા (Australia)એ 2022ની સાલ પછી પહેલી વાર પોતાની ટીમને પાકિસ્તાન (Pakistan)ના પ્રવાસે મોકલી છે. ટ્રૅવિસ હેડ, કૅમેરન ગ્રીન અને જૉશ ઇંગ્લિસ આ ટીમના મુખ્ય ખેલાડીઓમાં ગણાય છે.

ઑસ્ટ્રેલિયાની ટીમઃ મિચલ માર્શ (કૅપ્ટન), જૉશ ઇંગ્લિશ (વિકેટકીપર), જૉશ ફિલિપ (વિકેટકીપર), ટ્રૅવિસ હેડ, કૅમેરન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, શૉન અબૉટ, ઝેવિયર બાર્ટલેટ, માહલી બીયર્ડમૅન, કૂપર કૉનોલી, બેન ડ્વારશુઇસ, જૅક એડવર્ડ્સ, મૅથ્યૂ કુહનેમન, મિચ ઑવેન, મૅથ્યૂ રેન્શૉ, મૅટ શૉર્ટ અને ઍડમ ઝૅમ્પા.