Thu Jan 29 2026

Logo

White Logo

ફેશનઃ કાફતાન પ્લીઝ

1 hour ago
Author: Mumbaisamachar Team
Video

ખુશ્બુ મુલાણી ઠક્કર

કાફતાન એ ખૂબ જ જૂની સ્ટાઇલ છે. કાફતાનની બ્યુટી તેની પેટર્નમાં જ છે. કાફતાનમાં આખું ફેબ્રિક જ વપરાય છે. જેમકે, વી શેપની નેકલાઇન હોય અને તમારા બોડી મેઝરમેન્ટ પ્રમાણે સાઈડ પરથી સિલાઈ કરી લેવી. કાફતાનમાં ફેબ્રિક કટ ન કરવાનું હોય તેથી સાઈડ પરથી ઓરિજિનલ લંબાઈ કરતાં લાંબું લાગે છે. કોટન ફેબ્રિકમાં કાફતાન બરાબર બેસે છે. જો ફ્લોઈ ફેબ્રિકમાં કાફતાન  પહેરવું હોય તો લાઇનિંગ નાખવી જરૂરી છે. કાફતાનમાં વી નેકલાઇન સુંદર લાગે છે. 

કાફતાનનો ઓવર ઓલ લૂક બ્રોડ હોય છે જેથી જો વી નેકલાઇન હોય તો થોડો નેરો લૂક આવે. કાફતાનની લેન્થ અલગ અલગ હોય છે. અલગ અલગ  લેન્થના કાફતાન જુદી જુદી રીતે પહેરી શકાય. કાફતાન  પહેર્યા પછી ખૂબ જ સ્માર્ટ લૂક આપે છે શર્ત  માત્ર આટલી જ કે, મહિલાઓ કાફતાનને બંધેજ, ગજ્જી, ચીન્ના-સ્ટીચ, મિરર વર્ક, ગોલ્ડ-સિલ્વર ઝરી અને બ્લોક પ્રિન્ટ સાથે કસ્ટમાઈઝ કરાવે છે. નવરાત્રિ-દિવાળી કે લગ્નના પ્રસંગ સમયે ભારે ઝરીવાળા વેલ્વેટ કાફતાન અને ગરમીમાં હલકા ચીફોન-જ્યોર્જેટ કાફતાન ખૂબ ચાલે છે. કાફતાન  કેરી કરતા આવડવું જોઈએ. ચાલો જાણીયે કે કાફતાન કઈ કઈ રીતે પહેરી શકાય.

પેન્ટ સાથે- જો તમારે પેન્ટ સાથે કાફતાન પહેરવું હોય તો, હિપ લેન્થનું કાફતાન પહેરી શકાય. ફેબ્રિક પ્રમાણે તમે કેઝ્યુઅલ અને ફોર્મલ લૂક આપી શકો. જો કોટન પેન્ટ સાથે કાફતાન  પહેરવું હોય તો, કોટન પ્રિન્ટેડ ફેબ્રિકનું કાફતાન પહેરી શકાય. કફતાનની લેન્થ તમે તમારી ચોઈસ મુજબ રાખી શકો. જો પાર્ટીમાં જવું હોય તો, સિગાર પેન્ટ સાથે ચિનોન કે સિલ્ક ફેબ્રિકનું કફ લેન્થનું કફતાન પહેરી શકાય. પાર્ટી વેર માટે જો પ્લેન ફેબ્રિકમાં કાફતાન હશે તો વધુ અટ્રેક્ટિવ લાગશે. માત્ર નેક્લાઈનમાં કોઈ હેવી બોર્ડર અથવા હેન્ડવર્ક કરાવવું જેથી ઓવરઓલ લૂક હાઈલાઈટ થાય. 

કોફતાનમાં બે પેટર્ન આવે છે. એક બોડી મેપ પ્રમાણે સાઈડમાં સિલાઈ હોય અને બીજા ટાઈપમાં કાફતાન આખું લૂઝ હોય અને કમર પર દોરી હોય, દોરીને ખેંચીને કાફતાનને માપસર  કરવાનું હોય છે. આ સ્ટાઇલ મોટે ભાગે કોટન ફેબ્રિકમાં કે પછી ફલોઈન્ગ ફેબ્રિકમાં હોય છે. કમર પાર જે દોરી હોય એ કાફતાન પહેરવાથી કેઝ્યુઅલ લૂક આપે છે. કલાસિક લૂક માટે તમે સ્ટ્રેટ ફિટિંગવાળા કાફતાન પહેરી શકો. 

જો તમારો કમર અને પેટનો ભાગ થોડો વધારે હોય તો, કાફતાન પહેરવાનું ટાળવું. કાફતાનનો લુક બ્રોડ હોય છે તેથી વધારે પહોળા લગાશે. જો તમે તમારા ઓવરઓલ લૂક સાથે કમ્ફર્ટેબલ હોવ તો પહેરી શકો. જેમનું શરીર ભારે છે તેમને ખાસ કરીને ઊભી ડિઝાઈન વાળા કાફતાન પહેરવા જેથી વધારે પડતા પહોળા ન લગાય. અથવા તો એવું ફેબ્રિક પસંદ કરવું કે જેમાં પ્રિન્ટ અથવા મોટિફ હેમલાઇન પાસે હોય જેથી કરી અપ્પર બોડી હાઈલાઈટ ન થાય.  

કાફ લેન્થ- મોટાભાગે કાફ લેન્થ કાફતાન મહિલાઓ પહેરે છે. લેન્થ પણ સારી એવી હોય અને આખું કવર થયેલું પણ હોય. જો કાફ  લેન્થ હોય તો બોટમમાં લેગિંગ કે પેન્ટ પહેરી શકાય. કાફ લેન્થ કાફતાન મોટેભાગે બધીજ બોડી ટાઈપ પર સારા લાગે છે. ફેબ્રિકને અનુરૂપ કાફતાન  કેઝ્યુઅલ અને ફોર્મલ લુક આપે છે. જો તમે લેગિંગ સાથે હેવી કાફતાન પહેરશો તો બિલકુલ જ સારું નહિ લાગે, પરંતુ જો તમે હેવી કાફતાન સાથે  સિગાર પેંટ કે પ્લાઝો પહેરશો તો ડ્રેસી લાગશે. તમારી હાઈટ પ્રમાણે ટોપ ટુ બોટમ સેમ કલર કોમ્બિનેશન પહેરવા કે કોન્ટ્રાસ્ટ એ તમારી પર્સનલ ચોઈસ પર આધાર રાખે છે. 

કાફતાં જેટલા પ્લેન હશે તેટલા જ અટ્રેક્ટિવ લાગશે. પ્લેન કાફ્તાનમાં માત્ર નેકલાઈન હોવી જોઈએ, તેનાથી જ આખો લૂક આવશે. કાફતાન એન્કલ લેન્થના પેન્ટ  સાથે ખૂબ જ સુંદર લાગશે. અને તેની સાથે હાઈ  હિલ્સ એક કમ્પ્લીટ લૂક ક્રિએટ કરી શકે. કાફતાન  સાથે વધારે કોઈ એક્સેસરીઝની જરૂર નથી હોતી. કોઈ સ્ટેટમેન્ટ ઇઅર રિંગ પહેરી શકાય. હેરમાં ઓપન હર સારા લાગશે અથવા હાઈ બન પણ વાળી શકાય.

મેક્સી- કાફતાનની મેક્સી તો બધી જ મહિલાઓમાં પ્રિય હોય છે. પહેલા માત્ર કોટનમાં જ બાટિક પ્રિન્ટની કાફતાન સ્ટાઈલની મેક્સી આવતી, પરંતુ હવે અલગ અલગ પ્રિન્ટ તેમજ જુદા જુદા ફેબ્રિકમાં પણ મેક્સી આવે છે. જેમકે, કાફતાન પેટર્ન હોઝિયરી ફેબ્રિકમાં પણ આવે છે. કાફતાન પહેરવામાં ખૂબ  જ આરામદાયક હોય છે. અને જો કોટન કે હોઝિયરીમાં હોય તો સુવા માટે આરામદાયક નાઈટ ડ્રેસ છે. આમ જોઈએ તો પહેલા કાફતાનમાં માત્ર મેક્સી જ બનતી હતી. અને હવે એસમય બદલાતા, નવા નવા ટ્રેન્ડ આવતા કાફતાનની લેન્થ ઓછી થઇ  ગઈ અને ડ્રેસમાં રૂપાંતર થઇ ગઈ.