મુંબઈઃ બોર્ડર 2 આ વર્ષે 23 જાન્યુઆરીએ સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી. દેશભક્તિથી ભરપૂર આ ફિલ્મને ગણતંત્ર દિવસની આસપાસ રિલીઝ કરવાનો નિર્ણય શાનદાર હતો. ફિલ્મનું એડવાન્સ બુકિંગ સારું થયું હતું અને ચાર દિવસના લાંબા વીકેન્ડમાં સારો વકરો કર્યો હતો. પ્રથમ દિવસે ફિલ્મએ 30 કરોડનો વકરો કર્યો હતો, બીજા દિવસે 36.5 કરોડનું કલેકશન કર્યું હતું. રવિવારનું કલેકશન અને ગણતંત્ર દિવસનું કલેકશન ફિલ્મ માટે ગેમ ચેન્જર સાબિત થયું હતું. આ બંને દિવસોમાં ફિલ્મે 50 કરોડથી વધુ કમાણી કરી હતી.
ફિલ્મની અસલી પરીક્ષા હવે થશે. કારણકે તેની કમાણીમાં ઘટાડો થયો છે. ગણતંત્ર દિવસની રજાના કારણે બોર્ડર 2 એ રવિવારે 54.5 કરોડ રૂપિયા અને સોમવારે 59 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. નેશનલ હોલી ડે આસપાસ ફિલ્મ રજૂ કરવાનો હેતુ પૂરો થયો હતો. મંગળવારે ફિલ્મની કમાણી ઘટવાનો અંદાજ હતો અને તેવું જ થયું હતું. મંગળવારે ફિલ્મે 20 કરોડનો વકરો કર્યો હતો. છઠ્ઠા દિવસે 13 કરોડનું કલેકશન થયું હતું. આ સાથે બોર્ડર-2નું કુલ કલેકશન 213 કરોડ રૂપિયા થયું છે.
બોર્ડર 2ની અત્યાર સુધીની કમાણી
પ્રથમ દિવસ, 23 જાન્યુઆરીઃ રૂ. 30 કરોડ
બીજો દિવસ, 24 જાન્યુઆરી: રૂ. 36.5 કરોડ
ત્રીજો દિવસ, 25 જાન્યુઆરીઃ રૂ. 54.5 કરોડ
ચોથો દિવસ, 26 જાન્યુઆરીઃ રૂ. 59 કરોડ
પાંચમો દિવસ, 27 જાન્યુઆરીઃ રૂ. 20 કરોડ
છઠ્ઠો દિવસ, 28 જાન્યુઆરીઃ રૂ. 13 કરોડ
કેટલા કરોડના ખર્ચે બનેલી છે ફિલ્મ
બોર્ડર 2 ફિલ્મ 275 કરોડના ખર્ચે બની છે. દેશભરના 4800 સ્ક્રીન્સ પર 17000 શો સાથે રજૂ થઈ છે. લોકોની માંગના કારણે કેટલાક શહેરમાં ફિલ્મના શો વધારવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલ, વરૂણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી લીડ રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર અને ગીત આવ્યા બાદ તેને મિશ્ર પ્રતિભાવ સાંપડ્યો હતો. જેનું એક કારણે 29 વર્ષ પહેલા આવેલી બોર્ડર ફિલ્મ હતી, લોકોએ આ ફિલ્મ સાથે તુલના કરતા બોર્ડર 2 થોડી નબળી લાગતી હતી. પરંતુ રિલીઝ થતાં જ સ્ટોરી અને કલાકારોના અભિનેય દર્શકોનું દિલ જીતી લીધું હતું. અનેક જગ્યાએ લોકો ટ્રેકટર-ટ્રોલી ભરીને તથા ભારત માતા કી જયના નારા લગાવીને બોર્ડર 2 ફિલ્મ જોવા થિયેટરમાં પહોંચ્યા હતા.