અમદાવાદઃ નવસારીમાંથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા આતંકી સંગઠનો સાથે ઝડપાયેલા યુવકની ધરપકડ કરવામાં આવી હતી, . સુરક્ષા એજન્સીઓના સતર્ક નેટવર્કને ઓપરેશન પાર પાડીને તેને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ થઈ રહી છે. જેમાં ચોંકાવનારની વિગત સામે આવી હતી. નવસારીમાં દરજી કામ કરી સૂટ-સફારી સીવતાં ફૈઝને ઈસ્લામ અને પયગંબર વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપતા લોકોની યાદી બનાવી હતી.
નામોની યાદી ફોરવર્ડ પણ કરી હતી
આ યાદીમાં અભિષેક ઠાકુર, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડો. પ્રકાશ, યુધી રાણા, અક્કુ પંડિત તથા વિક્રાત જેવા દિલ્હી અને ઉત્તર પ્રદેશના અગ્રણીઓના નામ સામેલ હતા. આ નામની યાદી તેમણે ચોક્કસ ગ્રુપમાં ફોરવર્ડ પણ કરી હતી અને આ લોકોને દુનિયા જોતી રહે તે રીતે મારશે તેમ પણ ઉલ્લેખ કર્યો હતો. ATSની ટીમ દ્વારા ફૈઝાનના ફોનની તમામ વિગતોની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર કોની સાથે સંકળાયેલો છે તેની પણ તપાસ શરૂ કરી હતી.
સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતા મેસેજ લખતો હતો
ફૈઝાન ટેલિગ્રામની અનેક ચેનલો દ્વારા આતંકી મોડ્યુલ સાથે જોડાયેલો હતો. તે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવતા મેસેજ લખતો હતો. ણે કબૂલાત કરી છે કે તે એક મહિના પહેલા જ ઉત્તર પ્રદેશથી 30 હજાર રૂપિયામાં આ હથિયાર ખરીદીને લાવ્યો હતો. આ ધરપકડ બાદ એટીએસ હવે ફૈઝાનના આખા નેટવર્કને શોધી રહી છે. આ કોઈ વ્યવસ્થિત આતંકી મોડ્યુલનો ભાગ હોવાની આશંકા છે, જે રાજ્યમાં મોટી આફત સર્જવા માંગતું હતું. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સર્વેલન્સ વધારી દીધું છે અને તેના સંપર્કમાં રહેલા અન્ય લોકોની શોધખોળ તેજ કરી છે. હાલમાં તેની આકરી પૂછપરછ ચાલી રહી છે, જેનાથી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
મૂળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાનો વતની છે
ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી આતંકવાદી ષડયંત્ર કેસમાં ફૈઝાન શેખ નામના યુવાનની ધરપકડ કરી હતી. 19 વર્ષનો ફૈઝાન કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતો. 25 જાન્યુઆરી, 2026ના રોજ થયેલી આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ATSએ તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારીના ચારપુલ વિસ્તારમાં રહેતો ફૈઝાન શેખ મૂળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના ડુંડાવાલા, નરપત નગરનો વતની છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો.