Wed Sep 02 2026

Logo

ટીઈટી પેપર લીક કેસમાં વધુ ત્રણ યુપીમાં પકડાયા

2026-07-05 19:08:54
Author: Yogesh C. Patel
ટીઈટી પેપર લીક કેસમાં વધુ ત્રણ યુપીમાં પકડાયા

AI Generated Images


થાણે: ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટીઈટી) પેપર લીક કેસમાં થાણે પોલીસની એસઆઈટીએ ઉત્તર પ્રદેશથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરતાં આ કેસમાં પકડાયેલા આરોપીની સંખ્યા દસ પર પહોંચી હતી.સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) શુક્રવારે નરેશકુમાર મહોરે, સંજયકુમાર શર્મા અને બાબુલાલ કુશવાહાની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી આગરાની ખાનગી પ્રિન્ટિંગ કંપનીના કર્મચારી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

પકડાયેલા ત્રણેય આરોપીએ કડક સુરક્ષા વચ્ચે થતી પ્રિન્ટિંગ પ્રક્રિયામાંથી પ્રશ્ર્નપત્ર બહાર કાઢ્યા હતા. પોલીસે આરોપી શર્મા પાસેથી બંદૂકની ત્રણ કારતૂસ પણ જપ્ત કરી હતી. ત્રણેય આરોપીને ભિવંડી લાવવામાં આવ્યા હતા. કોર્ટે તેમને નવમી જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.27 જૂને મહારાષ્ટ્રમાં ટીઈટીનું પેપર હતું, પરંતુ એક દિવસ પહેલાં પેપર લીકનું રૅકેટ પ્રકાશમાં આવ્યું હતું. ભિવંડીમાં પ્રશ્ર્નપત્ર વેચવા આવેલા ત્રણને પકડી પાડવામાં આવ્યા પછી પેપર લીકની જાણ થઈ હતી. (પીટીઆઈ)