Sat Sep 05 2026

Logo

ગુજરાત સરકારના 17 અધિકારીઓને આઈએએસ તરીકે બઢતી, જુઓ લિસ્ટ

2026-06-25 18:18:51
Author: Mayur Patel
ગુજરાત સરકારના 17 અધિકારીઓને આઈએએસ તરીકે બઢતી, જુઓ લિસ્ટ

અમદાવાદઃ ગુજરાત રાજ્યની વહીવટી સેવાના 17 અધિકારીઓને ભારતીય વહીવટી સેવામાં બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મિનિસ્ટ્રી ઓફ પર્સનલ, પબ્લિક ગ્રીવિન્સ એન્ડ પેન્શન (ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ) દ્વારા નોટિફિકેશન બહાર પાડીને આ જાહેરાત કરવામાં આવી હતી.

આર.એન.કુચારા, આર.પી.પટેલ, સી.બી.ગણાત્રા, સી.એ.ગાંધી, બી.એન.પટેલ, એમ.કે.જોશી, એ.કે.જોશી, કે.એસ. ઝાલા, વી.કે.જાદવ, ડી.કે.પટેલ, બી.એચ.પટેલ, આઈ.આર.વાળા, એમ.ડી.ચુડાસમા, બી.એસ.પ્રજાપતિ, વી.જી.પટેલ, એ.કે.વસ્તાણી, પી.બી.રાઠોડ, બી.કે.જોશીને બઢતી આપવામાં આવી હતી.

અમદાવાદ ટ્રિબ્યુનલના આદેશ બાદ ગુજરાત સિવિલ સર્વિસના અધિકારી બી કે જોશીની આઈએએસ કેડરમાં પસંદગી કરવામાં આવી હતી. બી કે જોષીનો વર્ષ 2024ની સિલેક્ટ લિસ્ટમાં સમાવેશ કરાયો હતો. અગાઉના ઓર્ડરમાં આંશિક સુધારો કરીને કવિતા રાકેશ શાહની નીચે અને બી ડી દાવેરાની ઉપર તેમને સ્થાન અપાયું હતું.

નોટિફિકેશન મુજબ વર્ષ 2025 દરમિયાન સર્જાયેલી ખાલી જગ્યાઓ સામે તૈયાર કરાયેલી સિલેક્ટ લિસ્ટ-2025માંથી 17 અધિકારીઓને IASમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, અમદાવાદ બેન્ચના ટ્રિબ્યુનલના આદેશના પાલનરૂપે સિલેક્ટ લિસ્ટ-2024માંથી એક અધિકારીને પણ IAS કેડરમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના હુકમ અનુસાર તમામ અધિકારીઓને હાલ પ્રોબેશન પર IAS કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સિનિયોરિટી અને એલોટમેન્ટ વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારને જરૂરી દરખાસ્ત મોકલવા સૂચના આપવામાં આવી છે.