Thu Jun 25 2026

Logo

લિયોનેલ મેસીના રેકૉર્ડ-ગોલને તેના પરિવારે જુઓ...કેવી રીતે માણ્યો!

Dallas   2026-06-25 19:40:16
Author: Ajay Motiwala
Article Image

ડલાસ (અમેરિકા): ટેક્સસ સ્ટેટના ડલાસ શહેરમાં સોમવારે આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી (Messi)એ ઑસ્ટ્રિયા સામેની મૅચમાં બે ગોલ કરીને પોતાની ટીમને જિતાડી હતી એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ એ બેમાંથી જે પ્રથમ ગોલ રેકૉર્ડ-બે્રક ગોલ હતો અને રસપ્રદ બાબત એ છે કે એ ગોલ મેસીના પરિવારે (Family) ડલાસના સ્ટેડિયમના વીઆઇપી સ્ટૅન્ડમાંથી ભરપૂર માણ્યો હતો. એ મૅચમાં બન્ને ગોલ મેસીએ કર્યા હતા અને આર્જેન્ટિનાએ ઑસ્ટ્રિયાને 2-0થી હરાવ્યું હતું. મેસીના નામે હાલમાં વિક્રમજનક 18 ગોલ છે.

આર્જેન્ટિનાએ ઑસ્ટ્રિયાને 2-0થી હરાવીને નૉકઆઉટમાં સ્થાન પાક્કું કરી લીધું હતું. ગયા અઠવાડિયે પ્રથમ મૅચમાં અલ્જિરિયા સામે ત્રણ ગોલ કરીને 3-0થી જિતાડનાર મેસીએ સોમવારે ઑસ્ટ્રિયા વિરુદ્ધ જે પ્રથમ ગોલ કર્યો એ ગોલને કારણે તે રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો. વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્યારે તેનો એ 17મો ગોલ હતો અને તેણે એ સાથે જર્મનીના મિરોસ્લાવ ક્લૉઝનો 16 ગોલનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો.

ફિફા વર્લ્ડ કપના 96 વર્ષના ઇતિહાસમાં મેસી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. બુધવારે 39મા જન્મદિનના બે દિવસ પહેલાં મેસીએ મેળવેલી આ અપ્રતિમ સિદ્ધિ જોઈને તેની પત્ની ઍન્ટોનેલા અને ત્રણેય પુત્રોમાં આનંદ સમાતો નહોતો. લિયોનેલ-ઍન્ટોનેલાના ત્રણ પુત્રના નામ ટિઍગો, સિરો અને મૅટીયો છે.

ડલાસના સ્ટેડિયમમાં મેસીના ફૅમિલી સાથે બીજા નજીકના સંબંધીઓ પણ હાજર હતા અને તેઓ મૅચ પછી મેસીને મળીને એ યાદગાર અવસર માણ્યો હતો.