મુંબઈઃ સેલેબ્સના રિલેશનશિપને લઈને અનેકવાર ચર્ચાઓ થાય છે. કોઈવાર કોઈ સ્પોટ પર જોવા મળે ત્યારે તો કોઈવાર જે તે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરી દે ત્યારે. હવે વાત મૂળ એવી છે કે, અનન્યા પાંડેનું નામ એક પંજાબી સેલિબ્રિટી સાથે ચર્ચામાં છે. હકીકત એવી છે કે, આ ચર્ચાની વાતનું ખંડન કરવા માટે ન તો અનન્યાએ સ્પષ્ટતા કરી છે ન તો એ પંજાબી સેલિબ્રિલીટીએ. પંજાબી સિંગર અર્જન ઢિલ્લો અને અનન્યા પાંડે વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે એવું સોશિયલ મીડિયા પર ચર્ચાય છે. બોલિવૂડની બ્યૂટીફૂલ ગર્લ હવે પંજાબી સિંગરને ડેટ કરી રહી હોવાની વાત જોરશોરથી ફેલાઈ રહી છે, જોકે આ વિષય પર હજું સુધી બેમાંથી કોઈ સેલેબ્સે આ વિષય પર પોતાની સ્પષ્ટતા કરી નથી.
નાનકડો ઈશારો કાફી છે
અર્જન ઢિલ્લોએ અનન્યા પાંડેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને નોટીસ કરી છે. એક્ટ્રેસની સ્ટોરીને તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રીપોસ્ટ કરી હતી.આટલી ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાય રહ્યું છે કે, બન્ને વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે. એકબીજાને ડેટ કરી રહ્યા છે. એવું ફેન્સ માની રહ્યા છે. Annie લખીને પંજાબી ગાયકે હાર્ટ વાળું ઈમોજી લગાવી દેતા મીઠડા સંબંધોની વાત વહેતી થઈ ગઈ હતી. અર્જન અનન્યાને પ્રેમથી Annie કહીને બોલાવે છે. આ અંદાજ ફેન્સને પસંદ પડી રહ્યો છે. એમાં પણ હાર્ટવાળું ઈમોજી આપી દેતા સોશિયલ મીડિયા પર રિલેશનશિપ છે કે નહીં એની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
બન્ને સેલેબ્સનું મૌન
અનન્યા તાજેતરમાં ચાંદ મેરા દિલ ફિલ્મમાં એક્ટર લક્ષ્ય સાથે સ્ક્રિન શૅર કરતી જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે. એ પહેલા તે કાર્તિક આર્યન સાથે તૂ મેરી મે તેરા ફિલ્મને લઈને ચર્ચામાં હતી.હાલમાં તો અનન્યા અને અર્જનના સંબંધોની ચર્ચા કેન્દ્રમાં છે. હવે આ સંબંધ પાછળનું સત્ય શું છે એ તો આ બન્નેમાંથી એક સેલેબ્સ જ કહી શકે છે. આવનારા દિવસોમાં આ અંગે અવશ્ય સ્પષ્ટતા થઈ જશે. બન્નેમાંથી કોઈ એક વ્યક્તિ સંબંધને લઈને સ્પષ્ટતા કરશે. એવું માનવામાં આવી રહ્યું છે. પંજાબના બરનાલ વિસ્તારમાં રહેતા સિંગર અર્જન એક સારો રાઈટર છે. પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મગ મૂકતા જ પોતાની ગાયિકીથી સૌના દિલ જીતી લીધા હતા.
ગીતકાર તરીકે કામ કરેલું
સિંગર તરીકે આવ્યા પહેલા તે ઈન્ડસ્ટ્રીમાં તેણે ગીતકાર તરીકે કામ કર્યું છે.તેણે ઘણા પંજાબી સુપરહિટ ગીત આપ્યા છે. ઈન્ટરનેટ પર ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે,બંન્ને કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, અર્જનના મ્યુઝિક વિડિયોમાં અનન્યા જોવા મળી શકે છે અથવા અનન્યાની કોઈ આવનારી ફિલ્મમાં અર્જનને કોઈ ગીત મળી ગયું છે. આ પ્રકારની વાત પર બન્નેમાંથી કોઈએ સ્પષ્ટતા કરી નથી. કોઈએ એકબીજાની પોસ્ટ પર કોઈ પ્રકારની કોમેન્ટ પણ કરી નથી. એટલા માટે આવી વાતોને અફવા માનવામાં આવે છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અનન્યા પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મસ્ત ફોટો શૅર કર્યો હતો.જેમાં તે પોતાના પાળીતા ડોગ સાથે આરામની ક્ષણ વીતાવી રહી છે.
બેગ્રાઉન્ડ મ્યુઝિકથી ઈશારો
આ પોસ્ટના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું કે,મેરે સ્ટ્રોબેરી બેબી સાથે પ્રેમભર્યા પળ, પણ ફેન્સની નજર માત્ર અહીંયા સુધી જ સિમિત ન હતી. એના બેગ્રાઉન્ડ મ્યુઝિકમાં પંજાબી સિંગર અર્જન ઢિલ્લોનું તાજેતરનું ગીત એનિંગ્મા સેટ કર્યું હતું. આ પરથી ચર્ચાને વેગ મળ્યો અને ઈન્ટરનેટ પર અનેક પ્રકારની વાતો વહેતી થઈ ગઈ. અનન્યા સમયાંતરે આ પ્રકારની સ્ટોરી મૂકીને ફેન્સને અપડેટ કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તે ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ફિલ્મ કેરિયર અંગે પણ વાતો કરતી રહે છે.