Thu Sep 10 2026

Logo

અક્ષય કુમારની 'વેલકમ ટુ ધ જંગલ' નું ધમાકેદાર એડવાન્સ બુકિંગ: 12 કલાકમાં અધધ ટિકિટો વેચાઈ

2026-06-25 13:59:00
Author: Vimal Prajapati
અક્ષય કુમારની 'વેલકમ ટુ ધ જંગલ' નું ધમાકેદાર એડવાન્સ બુકિંગ: 12 કલાકમાં અધધ ટિકિટો વેચાઈ

મુંબઈ: બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને 30 થી વધુ દિગ્ગજ કલાકારોની સેના શુક્રવારે મનોરંજનનો મોટો ધમાકો કરવા માટે તૈયાર છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' (Welcome to the Jungle) થિયેટરોમાં દસ્તક આપી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ભલે થોડું મોડું એટલે કે બુધવારે સાંજે 07:30 વાગ્યે શરૂ થયું હોય, પરંતુ પ્રથમ 12 કલાકમાં જ તેણે બોક્સ ઓફિસ પર જોરદાર તેજી પકડી લીધી છે. ગુરુવાર સવાર સુધીમાં હજારો ટિકિટો વેચાઈ ગઈ છે અને કરોડોની કમાણી થઈ ચૂકી છે.

12 કલાકમાં જ કમાયા કરોડો રૂપિયા

બુધવારે સાંજથી ગુરુવારે સવાર સુધીના પ્રથમ 12 કલાકમાં 'વેલકમ ટુ ધ જંગલ' ના પ્રથમ દિવસ માટે દેશભરમાં 40,112 ટિકિટો પ્રી-બુક થઈ ગઈ છે. હાલમાં આ ફિલ્મ કુલ 6,253 શોઝમાં એડવાન્સ બુકિંગ માટે ઉપલબ્ધ છે. માત્ર ટિકિટના વેચાણથી રૂપિયા 91.78 લાખ નું ગ્રોસ કલેક્શન થયું છે. બ્લોક સીટો સાથે આ આંકડો રૂપિયા 2.77 કરોડ ગ્રોસ પર પહોંચી ગયો છે.

દેશના મુખ્ય શહેરોમાં એડવાન્સ બુકિંગનો ક્રેઝ

વિગતે વાત કરવામાં આવે તો, અત્યાર સુધી દેશના મેટ્રો સિટીઝમાં અક્ષય કુમારની આ કોમેડી ફિલ્મ માટે જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. શરૂઆતના 12 કલાકમાં, દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં 'વેલકમ ટુ ધ જંગલ' માટે સૌથી વધારે કમાણી જોવા મળી રહી છે. જોકે, હાલમાં ઘણા શહેરોમાં શોની સંખ્યા ઘણી ઓછી છે. પરિણામે, અન્ય સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સમાં સ્ક્રીનીંગની સંખ્યા વધવાની સાથે, ટિકિટ વેચાણમાં પણ ગતિ આવવાની અપેક્ષા છે.

ઓપનિંગ ડે પર કેટલી કમાણી થઈ શકે?

બોક્સ ઓફિસ ટ્રેન્ડ મુજબ, શાહરૂખ કે સલમાનની જેમ અક્ષય કુમારની ફિલ્મોનું એડવાન્સ બુકિંગ ભલે ઓછું હોય, પરંતુ થિયેટરના કાઉન્ટર પરથી કરન્ટ (ઓનસાઇટ) બુકિંગ ઘણું વધારે થાય છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'ભૂત બંગલા' મિક્સ રિવ્યૂઝ છતાં દેશમાં ₹182.34 કરોડ કમાઈને સુપરહિટ રહી હતી.

'વેલકમ ટુ ધ જંગલ' અક્ષયના સૌથી ફેવરિટ ઝોનર (કોમેડી) ની ફિલ્મ હોવાથી અને ફેમિલી ઓડિયન્સમાં ઉત્સુકતા હોવાથી, આ ફિલ્મ પ્રથમ દિવસે ભારતમાં રૂપિયા 12થી રૂપિયા 15 કરોડની નેટ ઓપનિંગ આસાનીથી કરી શકે છે. જો સવારના શોઝમાં પબ્લિક રીવ્યુ પોઝિટિવ આવ્યા, તો પહેલા દિવસનું કલેક્શન રૂપિયા 20 કરોડ સુધી પણ પહોંચી શકે છે.