પુણે: પુણેના લોહગઢ હત્યાકાંડમાં અત્યાર સુધી તપાસ દરમિયાન ઘણી બધી ચોંકાવનારી બાબતો જાણવા મળી છે, જેમાં તપાસ દરમિયાન સિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. કેતનની મંગેતર આરોપી સિયા ગોયલ બર્થ-ડે કેક કાપતી જોવા મળી હતી અને આ વિડિયો 19 જૂન 2026નો છે, જેમાં તે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરે છે. વીડિયોમાં તે ઘણી ખુશ જોવા મળે છે. બર્થ-ડે પાર્ટીમાં પોતાના મિત્રો સાથે ડાન્સ કરવાની સાથે કેક કાપતી પણ જોવા મળે છે અને તેના એક હાથમાં ચાકુ અને બીજા હાથમાં કેક પણ જોવા મળી હતી.
સિયા કેતન સાથે લગ્ન કરવા નહોતી ઇચ્છતી?
પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલની હત્યાના મામલામાં નવી જાણકારી મળી. તપાસમાં એવું જાણવા મળ્યું કે સિયા ગોયલે પોતાના પરિવારને જણાવ્યું હતું કે તે કેતન સાથે લગ્ન કરવા માંગતી નહોતી. પોલીસના મતે 18 જૂને સફળતા મળ્યા પહેલા તેણે કેતનને મારવા માટે અગાઉ પણ બે વાર પ્રયત્ન કર્યો હતો. આ મામલામાં તેના કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
સિયા ગોયલે કહ્યું હતું કે તે કેતનને પોતાના ચેતન સાથેના સંબંધમાં અવરોધ માનતી હતી. જેના લીધે બંનેએ મળીને તેને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે, સિયા ગોયલે પોલીસને જણાંવ્યું કે તેણે કેતન સાથે લગ્ન નહીં કરવાની પોતાની અનિચ્છા વિષે પોતાના પરિવારને જણાવી દીધું હતું. પરંતુ તેની સોશિયલ મીડિયાની તસ્વીર કંઈક જુદી જ કહાની બતાવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી સિયા
સિયા ગોયલ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતી હતી. કેતન સાથેની ઘણી તસવીરો પણ શેર કરતી અને એક ખુશખુશાલ અને પ્રેમભર્યા સંબંધની છબિ બતાવતી હતી. આરોપી સિયાએ ફેબ્રુઆરી 2026માં તેની કેતન સાથે સગાઈની જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરી હતી. માર્ચમાં તેણે કેતનને ટેગ કરતા એક કેન્ડલ લાઈટ કેકની તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું, 'તે પળને એક મહિનો પૂર્ણ થવાનો આનંદ, જયારે મારા દિલને એક ઘર મળ્યું.' અન્ય પોસ્ટમાં સગાઈની રાતની તેમની તસવીરો પણ હતી.
કેતનની માતાએ શું જણાવ્યું?
આ પહેલા કેતન અગ્રવાલની માતાએ એવો દાવો કર્યો હતો કે સિયા ઘણીવાર પાર્ટીમાં જતી હતી અને દારૂનું સેવન પણ કરતી હતી. તેમણે આરોપ મૂકતા કહ્યું કે સગાઇ પહેલા આ જાણકારી તેમના પરિવારને આપવામાં આવી નહોતી. અમને હતું કે તે ઘરેલુ છોકરી છે, પણ તેના સોશિયલ મીડિયા પરના વીડિયો અને ફોટાઓ જોઈને દંગ રહી ગયા છે, જેની અમારા પરિવારને જાણ નહોતી.
દારુનું સેવન કરવા અંગે કરી હતી સ્પષ્ટતા
કેતનની માતાના કહેવા મુજબ તેમણે સિયાને પોતાની થનારી વહુના રૂપમાં દિલથી સ્વીકારી હતી. સગાઇ પહેલા પરિવાર તરફથી દારૂના સેવન અંગે પણ અમે અમારા પોતાના વિચારો સ્પષ્ટ પણ કર્યાં હતા, કે તેમના ઘરે આ બધું ચાલતું નથી. કેતનની માટે જણાવ્યું કે જોવામાં અને વાતચીતમાં સિયા બિલકુલ એવી નહોતી લાગતી કે તે આવું કઈ મોટું કાંડ કરે.