કોલકાતા : પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણાના બૈરોપુરના રિતનપુર ગામમાં 11 વર્ષની બાળકી પર સામુહિક બળાત્કાર અને હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેની બાદ સમગ્ર વિસ્તારના તંગદિલી ફેલાઈ છે. જેમાં પોલીસની ગાડીમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ ઘટી હતી.
ગુનાના શંકાસ્પદ વ્યક્તિને માર માર્યો હતો
આ ઘટના પછી તરત જ સ્થાનિક લોકોએ આ ગુનાના શંકાસ્પદ વ્યક્તિને માર માર્યો હતો. જ્યારે તેને હોસ્પિટલમાં લઇ જતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેની બાદ પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી છે.
મુખ્ય આરોપી સહિત ચારેય વ્યક્તિઓની ધરપકડ
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 11 વર્ષની બાળકી શાળા ભણતી મિત્ર માટે જન્મ દિન પ્રસંગે કેક લઇને જતી હતી. ત્યારે તેની પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ તેની બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બાળકીની મિત્રના પિતા અને તેના ત્રણ આધેડ મિત્રો પર દુષ્કર્મનો આરોપ છે. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત ચારેય વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમજ આ મામલાની તપાસ શરૂ કરી છે.
જન્મ દિવસની પાર્ટીમાં હાજરી આપવા કેક લઇને નીકળી હતી
આ મૃતક બાળકી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. જેમાં શનિવારે બપોરે 2. 00 થી 2.30ની વચ્ચે મિત્રની જન્મ દિવસની પાર્ટીમાં હાજરી આપવા કેક લઇને નીકળી હતી. ત્યાર બાદ તે ગુમ થઇ હતી.
ગામના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી
તેમજ લાંબા સમય સુધી બાળકી પરત ન આવતા પરિવાર અને સ્થાનિક લોકો તેની શોધખોળ શરૂ કરી હતી. તેમજ પોલીસે પણ ગામના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. તેમજ એક સ્થાનિક વ્યક્તિ પર શંકા જતાં પોલીસે તેની કડકાઇથી પૂછપરછ કરી હતી. તેની બાદ તેણે સત્ય કબૂલ્યું હતું.
તેમજ આરોપીઓએ આપેલી માહિતીના આધારે છોકરીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. તેમણે લાશને એક કોથળામાં ભરીને ત્યાં ફેંકી દીધી હતી. બાળકીના શરીર પર બચકા ભરવાના અનેક નિશાન હતા.
બાળકીને લલચાવીને એકાંત સ્થળે લઈ જવાઈ હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી જેનું નામ 'આનંદો' છે. જે મૃતકના સહાધ્યાયીનો પિતા છે. તે બાળકીને લલચાવીને લઈ ગયો હતો. તેણે બાળકીને કહ્યું હતું કે તેના ઘરે નાના બાળકો છે જેની સાથે તે રમી શકે છે. આ બહાના કરીને તે બાળકીને એકાંત સ્થળે લઈ ગયો અને ત્રણ સાથીઓ સાથે મળીને આ ભયાનક ગુનો કર્યો હતો. પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ કર્યું છે અને આ મામલાની ગંભીર તપાસ શરૂ કરી છે.
પ્રદર્શનકારીઓએ બાળકીના મૃતદેહને રસ્તા પર મૂકી દીધો
જોકે, આ આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો. તેમજ ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ બાળકીના મૃતદેહને રસ્તા પર મૂકી દીધો અને મુખ્ય માર્ગને સંપૂર્ણપણે બ્લોક કરી દીધો હતો. તેમજ સિયાલદાહ-નામખાના રેલ માર્ગને પણ અવરોધિત કર્યો હતો. જેના કારણે ટ્રેન સેવાઓ ઠપ્પ થઈ ગઈ. જેના પગલે વહીવટીતંત્રે સીઆરપીએફ અને બીએસએફની કંપનીઓ સાથે પોલીસ દળો તૈનાત કર્યા છે. હાલમાં આ વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.