Wed Jul 29 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:29 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-29 07:50:57
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

 

Live Updates

2026-07-29 07:51:55

રાજ્યમાં સર્વત્ર હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ થયા બાદ ગઈ કાલે મેઘારાજાએ વિરામ લીધો હતો. આજે ફરી રાજ્યમાં સર્વત્ર હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આવતી કાલે 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

2026-07-29 07:51:26

આજે 16 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ ઉત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને  ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગાહી પ્રમાણે કેટલાક રાજ્યોમાં મોટા કરા સાથે વરસાદ થવાનો છે. આ સાથે કેટલાક રાજ્યોમાં ભૂસ્ખલન થઈ શકે છે.