Fri Sep 04 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 28 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-28 07:22:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 28 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-28 20:31:22

કર્ણાટકમાં મંત્રી બી. નાગેન્દ્રના રાજીનામાને મુદ્દે ભાજપ પ્રહાર કર્યો, કહ્યું તેમની જીત

કર્ણાટકમાં કોંગ્રેસની ડી. કે. શિવકુમાર સરકારને મોટો આંચકો લાગ્યો છે. જેમાં મંત્રી બી. નાગેન્દ્રના રાજીનામાએ મુશ્કેલી વધારી દીધી છે. જેમાં ભાજપે મંત્રી બી. નાગેન્દ્રના રાજીનામાને તેમની જીત ગણાવી છે. રૂપિયા 89 કરોડના વાલ્મીકિ વિકાસ નિગમ ભંડોળ કૌભાંડ અંગે કોંગ્રેસ સરકાર પર પોતાના હુમલાને વધુ તીવ્ર બનાવતા, પાર્ટીએ જણાવ્યું હતું કે તેમની લડાઈ ફક્ત નાગેન્દ્રના રાજીનામા સુધી મર્યાદિત નથી.

2026-08-28 19:38:13

છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર ફલાઈટનું ટાયર ફાટ્યું, કોઇ જાનહાનિ નહિ

છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દિલ્હી-બિલાસપુર એલાયન્સ એરની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ટાયર ફાટી ગયું હતું. જોકે, આ દુર્ઘટનામાં  જાનહાનિના કોઇ સમાચાર નથી.

2026-08-28 18:48:08

નેપાળમાં ભારત મોકલશે ટનલ રેસ્ક્યૂ ટીમ, ચીન તરફ રહેલા 400 ભારતીયો સુરક્ષિત

નેપાળમાં વિનાશક પૂર કારણે ભારે તબાહી સર્જાઇ છે. જેમાં પગલે ભારતે પણ મુશ્કેલ સમયમાં નેપાળને મદદ મોકલી છે. તેમજ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત નેપાળમાં ટનલ  રેસ્ક્યૂ ટીમ પણ મોકલશે. આ ઉપરાંત ભારતીય મૂળના 100 લોકો હજુ પણ ગાયબ છે. જ્યારે ચીન તરફ રહેલા 400 ભારતીયો સુરક્ષિત છે.

2026-08-28 17:14:36

નેપાળ સરકારે કહ્યું હાલ મોટા ખતરાની આગાહી નહિ, રાહત અને બચાવ કામગીરી ફરી શરૂ

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 400 થી વધુ લોકોના મોત થયા છે. જોકે, આ દરમિયાન ચીને ભાટેકોશી નદીના ફરી પૂર આવવાની ચેતવણી આપી હતી. જેની બાદ નેપાળે આ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય અટકાવી દીધું હતું. જેની બાદ હવે નેપાળ સરકારે જાહેરાત કરી છે હાલ મોટા ખતરાની કોઇ આગાહી નથી જેના પગલે રાહત અને બચાવ કામગીરી ફરી શરૂ કરવામા આવી છે.

2026-08-28 15:18:48

સોનિયા ગાંધીના પુસ્તક " બિલોગિંગ: અ જર્ની ઓફ લવ" અંગે એક નવો વિવાદ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુસ્તક " બિલૉંગિંગ: અ જર્ની ઑફ લવ" અંગે એક નવો વિવાદ સર્જાયો છે. જેમા પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે તે આ પુસ્તકના ભારતના પ્રકાશક નથી. તેમજ કંપનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા સમય પૂર્વે પુસ્તકના અમેરિકી પ્રકાશક અલ્ફ્રેડ એ. નોફે જાહેરાત કરી હતી કે આ પુસ્તક 10 નવેમ્બરના રોજ પ્રકાશિત થશે.

2026-08-28 14:42:03

ચીનના સિચુઆનમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ

ચીનના અર્થક્વેક્સ નેટવર્ક્સ સેન્ટર (સીઈએનસી) અનુસાર દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં 5.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો છે. આ ભૂકંપ લોન્ગચાંગ શહેરમાં 13 કિલોમીટર ઊંડો હતો.

2026-08-28 12:19:06

તિબેટમાં બીજું તળાવ ફાટ્યું, એક કિલોમીટર દૂર રહેવા સૂચના

તિબેટ-નેપાળ સરહદ પર એક બંધ ફરીથી તૂટવાને કારણે ચીને તિબેટમાં બચાવ કામગીરી સ્થગિત કરી દીધી છે. વધુમાં, બચાવ કાર્યમાં રોકાયેલી ટીમોને સ્થળથી ઓછામાં ઓછા એક કિલોમીટર દૂર જવાની સલાહ આપવામાં આવી છે. નેપાળ પોલીસે પણ ચેતવણી જારી કરી છે, જેમાં જાહેર જનતાને જાણ કરવામાં આવી છે કે તિબેટમાં એક બંધ ફરીથી તૂટ્યો છે.

2026-08-28 07:25:51

નેપાળ પૂરે સર્જી તારાજી, મોતનો આંકડો 400 સુધી પહોંચવા આવ્યો

કાઠમંડુઃ નેપાળમાં આવેલા ભયાનક પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. નેપાળ અને ચીને ફરી મોટા પૂરની ચેતવણી આપી હતી. અત્યારે આ પૂરના કારણે બીજા બે કુદરતી તળાવો તૈયાર થયાં છે. જે ગમે ત્યારે તૂટી શકે છે. અત્યારે નેપાળ અને ચીન દ્વારા આ મામલે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભયાનક પૂરના કારણે મોતનો આંકડો 400 સુધી પહોંચવા આવ્યો છે. જીવતા રહેલા લોકોની બચાવ કર્મીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. નેપાળમાં હજી પણ 1400 થી વધારે લોકો લાપતા છે.