Fri May 01 2026

Logo

પશ્ચિમ એશિયાનની ભૂમિ પર મહાયુદ્ધના એંધાણ! ઈરાન 10 લાખ લડવૈયા એકત્ર કરશે

Tehran   2026-03-27 10:39:00
Author: Savan Zalariya
Article Image

તેહરાન: પશ્ચિમ એશિયામાં હાલ ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો માહોલ છે. અત્યાર સુધી યુએસ-ઇઝરાયલ અને ઈરાન એક બીજા પર હવાઈ કે દરિયાઈ માર્ગે હુમલા કરી રહ્યા છે, એવામાં જમીન પર પણ સશસ્ત્ર સંઘર્ષ શરુ થઇ શકે છે. યુએસએ તેની ઘાતક 82મા એરબોર્ન ડિવિઝનના આશરે 3,000 સૈનિકોને મધ્યપૂર્વમાં મોકલ્યા છે, એવામાં અહેવાલ છે કે ઈરાન પણ સંભવિત ભૂમિ યુદ્ધ માટે તૈયારી આકરી રહ્યું છે.
એક અહેવાલ મુજબ યુએસ સામે સંભવિત ભૂમિ યુદ્ધ માટે ઈરાને દસ લાખથી વધુ લડવૈયાઓને એકત્ર કરવા માટે અભિયાન શરુ કર્યું છે. યુવા સ્વયંસેવકો દેશભરના ભરતી કેન્દ્રોમાં ઉમટી રહ્યા છે.  

પેન્ટાગોન અને યુએસ સેન્ટ્રલ કમાન્ડ(CENTCOM)નાં આંકડા મુજબ મધ્ય પૂર્વમાં 50,000 થી વધુ યુએસ લશ્કરી કર્મચારીઓ તૈનાત છે, જેમાં આર્મી સૈનિકો, મરીન, એરફોર્સના કર્મચારીઓ અને નૌકાદળના કર્મચારીઓનો સમાવેશ થાય છે. હવે 82મા એરબોર્ન ડિવિઝનના આશરે 3,000 સૈનિકોને પણ જોડાશે, ત્યારે ઈરાન પણ તૈયારી કરી રહ્યું છે.

નોંધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તરફ ઈરાન સાથે વાટાઘાટોનો આગ્રહ રાખી રહ્યા છે, ત્યારે બીજી તરફ યુએસ મધ્યપૂર્વમાં સૈન્ય જમાવડો વધારી રહ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકન સૈનિકો ઈરાનની ધરતી પર ઉતરશે યુએસને ગંભીર પરિણામો ભોગવવા પડશે.  

બીજી તરફ એવા પણ અહેવાલ છે કે ઈરાન સાથે સંઘર્ષને કારણે યુએસ નાણાકીય બોજ વધી રહ્યો છે. યુએસ પાસે એટેક અને ડિફેન્સના વેપનનો સ્ટોક ઓછો થઈ રહ્યો છે. જો આ સંઘર્ષ વધુ ચાલશે તો યુએસ સૈન્ય તેની જૂની રીત અપનાવી શકે છે, યુએસ વાયુ સેના કોઈ ચોક્કસ લક્ષ્ય વગર "ડમ્બ બોમ્બિંગ" કરી શકે છે.