Thu Jun 18 2026

Logo

ઈઝરાયલ-અમેરિકા ઈરાનના આ ટાપુ પર ક્યારેય હુમલો નહીં કરે...

tehran   2026-03-08 21:32:00
Author: Viral Rathore
Article Image

AFP


તહેરાનઃ મિડલ ઈસ્ટમાં છેલ્લા 9 દિવસથી દિવસ કરતા રાત પસાર કરવી ભયાનક થઈ રહી છે. ઈરાનનો ખાતમો બોલાવવા માટે અમેરિકા અને ઈઝરાયલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ 80 ટકા ખતમ થઈ ચૂકી છે. તહેરાન શહેરમાં અનેક જગ્યાઓ પર કાળમાળ પડ્યો છે. ખંડેર નગરીમાં હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. મેહરાબાદ એરપોર્ટ નક્શામાંથી ભૂંસાઈ ગયું છે. તબાહીના માહોલમાં ઈરાન પાસે એક અવો ટાપુ છે જેને અમેરિકા અને ઈઝરાયલ સ્પર્શી શક્યા નથી. 

પર્શિયન ગલ્ફમાં આવેલો છે ટાપુ
પર્શિયન ગલ્ફમાં એક નાનકડો ટાપુ છે જ્યાં કોઈ જ સૈન્યએ હજું સુધી કોઈ હુમલો કર્યો નથી. આ ટાપુનું નામ ખાર્ગ દ્વીપ છે. આ ખાર્ગ દ્વીપ પર અમેરિકા કે ઈઝરાયલે હજું સુધી કોઈ પ્રકારનો હુમલો કર્યો નથી. કોઈ પ્રકારની મિસાઈલ મારી નથી. ખાર્ગ દ્વીપ માત્ર કોઈ દ્વીપ નથી, પરંતુ ઈરાનની અર્થ વ્યવસ્થાનું પાવરહાઉસ છે. ઈરાનનું મોટાભાગનું ક્રુડ અને કાચું તેલ અહીંયાથી જ લોડ થાય છે. ઈરાની અર્થ વ્યવસ્થામાં 40 ટકા બજેટ અહીંયાથી જ આવે છે. સરકારી ખજાનો અને IRGCની સેલેરી આ જ તૈલાના પૈસામાંથી થાય છે. અહેવાલ મુજબ ખાર્ક ઓઈલ ટર્મિનલ પર હુમલો થવાથી વૈશ્વિક બજારમાંથી દરરોજ લગભગ 20 લાખ બેરલ તેલની સપ્લાય ઘટી શકે છે. 

માર્કેટ પર માઠી અસર
આ ઘટનાની તરીકે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 150 ડોલર સુધી પહોંચી શકે છે, જે વિશ્વ અર્થતંત્રને ગંભીર મંદીની દિશામાં ધકેલી શકે છે. ચીન પોતાની ઊર્જાની જરૂરિયાત માટે ઈરાન પાસેથી લગભગ 14 લાખ બેરલ તેલ ખરીદે છે. આવી સ્થિતિમાં ખાર્ગ પર હુમલો થાય તો ચીનને સીધી અસર થાય. આમ આ સંઘર્ષમાં ચીનને હુમલો કરવા માટે આમંત્રણ દેવા જેવું છે. તેલની કિંમતમાં વધારો થાય તો ગરીબ અને વિકાસશીલ રાષ્ટ્ર સૈન્ય અભ્યાસની વિરુદ્ધમાં ભેગા થઈ શકે છે. દુનિયામાં ત્રીજું અને સૌથી ભયાનક યુદ્ધ શરૂ થઈ શકે છે. 

હુમલો ન કરવા પાછળનું કારણ
હાલ ચાલી રહેલો સંઘર્ષ ઈરાનની સૈન્ય શક્તિને નબળી પાડવા માટે છે, પરંતુ તેને આર્થિક રીતે સંપૂર્ણપણે દિવાળિયા બનાવવાનો હેતુ નથી. કારણ કે ઈરાનને આર્થિક રીતે તોડી પાડવાનો અર્થ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને પણ ગંભીર અસર પહોંચાડવાનો થઈ શકે છે. આ પાછળનું કારણ એ છે કે, ઈરાન દુનિયાના અનેક દેશને ક્રુડ પૂરુ પાડે છે. આ રૉ ક્રુડ છે જેની દરેક દેશને જરૂર હોય છે. તેલ ટર્મનલ સુરક્ષિત રાખવા અમેરિકા અને ઈઝરાયલ માટે અનિવાર્ય છે. આ કારણોસર તે આ તેલ ટર્મિનલ પર કોઈ હુમલા કરતા નથી.