Sat Sep 05 2026

Logo

‘આ રોડ મુસ્લિમો માટે નથી’ નેશનલ હાઈવે પર વાંધાજનક લખાણ, પોલીસે ગુનો નોંધ્યો

2026-02-27 20:49:00
Author: Savan Zalariya
‘આ રોડ મુસ્લિમો માટે નથી’ નેશનલ હાઈવે પર વાંધાજનક લખાણ, પોલીસે ગુનો નોંધ્યો

દેશમાં મુસ્લિમ સમુદાય સામે વધતી નફરતના અહેવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના બેહાટીગઢ નજીક દિલ્હી-દહેરાદૂન નેશનલ હાઈવેપર વાંધાજનક લખાણ લખવામાં આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું. આહેવાલ મુજબ NH-72A પર "આ રસ્તો મુસ્લિમો માટે માન્ય નથી" એવું લખેલું ગ્રેફિટી જોવા મળ્યું હતું, પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.

અહેવાલ મુજબ પોલીસને બે વિડીયો મળ્યા છે, જેમાં જેમાં બે યુવતીઓ NH-72A ની પર રેલિંગ પર સ્પ્રે પેઇન્ટનો ઉપયોગ કરીને ગ્રેફિટી બનાવી રહી છે, હાલ પોલીસ આ વિડીયોની સત્યતા પણ ચકાસી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ઉત્તરાખંડના રજીસ્ટ્રેશન નંબર પ્લેટવાળી એક કાર જોવા મળે છે, એક યુવતીએ ગળામાં ભાગવા રંગનો ખેસ પહેર્યો હતો. અહેવાલ મુજબ આ યુવતીઓ 'હિન્દુ રક્ષા દળ' નામના એક હિન્દુત્વવાદી સંગઠન સાથે જોડાયેલી છે.

બેહાટીગઢ પોલીસના જણાવ્યા મુજબ રોડની બાજુમાં એક એલિવેટેડ લોખંડની રેલિંગ પર હિન્દીમાં "યે સડક મુસલમાનોને કે લિયે નહીં હૈ" શબ્દો લખેલા હોવાની જાણ કરવામાં આવી હતી.  

પોલીસે જણાવ્યું કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)ના એક કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(2) હેઠળ 'હિન્દુ રક્ષા દળ' નામના સંગઠનના અજાણ્યા કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે.