Wed Jul 29 2026

Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ

2026-07-29 08:26:00
Author: Darshana Bhavsar
Article Image

દર્શન ભાવસાર

કામ કાળા કે ધોળા હોય. તો પછી રંગીન શું?

* સપનાં.
લો પ્રેશરથી વરસાદ વરસે. અને લવ પ્રેશરથી?

* સસરા અને સાળો તાડૂકે...
અમદાવાદમાં આ વખતે વરસાદમાં ખાડા છલકાઈ ગયા.

* ભઈ, કૂવા બનાવવાનું મોંઘું પડે!
કુંવારા હોવાનો ફાયદો શું?

* કહ્યાગરા કંથ બનવામાંથી છૂટકારો...
સમૂહ લગ્ન થાય તો સમૂહ છૂટાછેડા ક્યાં થાય?

* ફૅમિલી કોર્ટમાં.
હું શું કરુંં તો રંગીન સપનાં આવે?

* મેકઅપ કરી- રંગીન કપડાં પહેરીને ભોંય પર સૂઈ જજો, જોઈતાં સપનાં આવશે.
કયું સ્નાન યાદ રહે?

* દેણદારે નવડાવ્યા હોય એ.
કયો સંબંધ મોંઘો પડે?

* બિલ અને વિલનો...
સ્મશાનમાં પણ ઘણીવાર લાઇન લાગે છે.

* ત્યાં ઍડ્વાન્સ બુકિંગ તો ના રખાય ને!
કૂતરો ધોબી ઘાટનો ના રહે તો ક્યાં જાય?

* દરજીની દુકાને.
આગાહી ખોટી પડે તો શું કરવું?

* એ ફરી કયારે સાચી પડશે એની આગાહી કરવી!