Thu Jun 18 2026

Logo

મધમાખીઓના 50 ડંખથી અમ્પાયરનું મૃત્યુ

2026-02-19 22:58:49
Author: Ajay Motiwala
Article Image

ઉનાઓ (મધ્ય પ્રદેશ): અહીંના એક ક્રિકેટ મેદાન પર મોટી ટ્રૅજેડી થઈ ગઈ જેમાં અન્ડર-13 લીગની એક મૅચ દરમ્યાન અસંખ્ય મધમાખીઓએ આક્રમણ કરતા અમ્પાયરનું મૃત્યુ નીપજ્યું હતું.

ગુરુવારે સવારે બનેલી આ ઘટનામાં માનિક ગુપ્તા નામના અમ્પાયર મધમાખીના ઓચિંતા આક્રમણનો ભોગ બન્યા હતા. તેમના સાથી અમ્પાયર (umpire) જગદીશ શર્મા તેમ જ ખેલાડીઓને પણ મધમાખીઓના ડંખને લીધે ઈજા પહોંચી હતી.

આ કમનસીબ ઘટના ઉનાઓમાં શુક્લાગંજ સ્થિત સપ્રૂ ગ્રાઉન્ડમાં વાયએમસીસી તથા પૅરામાઉન્ટ નામની ટીમ વચ્ચે રમાઈ રહી હતી ત્યારે બની હતી. બન્ને અમ્પાયર સફેદ ડ્રેસમાં સજ્જ હતા અને હજારો મધમાખીનું ટોળું લગભગ 10 મિનિટ સુધી તેમની આસપાસ રહ્યું હતું જેમાં અમ્પાયર ગુપ્તાને લગભગ 50 ડંખ લાગ્યા હતા. મધમાખી (honeybees)થી બચવા ખેલાડીઓ અને અમ્પાયર મેદાન પર સૂઈ ગયા હતા, પણ તેમણે આક્રમણ ચાલુ રાખ્યું હતું.

અમ્પાયર ગુપ્તાને શુક્લાગંજની અને પછી કાનપુરની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાના ઓચિંતા આક્રમણનો ભોગ બન્યા હતા. તેમના સાથી અમ્પાયર જગદીશ શર્મા તેમ જ ખેલાડીઓને પણ મધમાખીઓના ડંખને લીધે ઈજા પહોંચી હતી.

આ કમનસીબ ઘટના ઉનાઓમાં શુક્લાગંજ સ્થિત સપ્રૂ ગ્રાઉન્ડમાં વાયએમસીસી તથા પૅરામાઉન્ટ નામની ટીમ વચ્ચે રમાઈ રહી હતી ત્યારે બની હતી. બન્ને અમ્પાયર સફેદ ડ્રેસમાં સજ્જ હતા અને હજારો મધમાખીનું ટોળું લગભગ 10 મિનિટ સુધી તેમની આસપાસ રહ્યું હતું જેમાં અમ્પાયર ગુપ્તાને લગભગ 50 ડંખ લાગ્યા હતા. મધમાખીથી બચવા ખેલાડીઓ અને અમ્પાયર મેદાન પર સૂઈ ગયા હતા, પણ તેમણે આક્રમણ ચાલુ રાખ્યું હતું.

અમ્પાયર ગુપ્તાને શુક્લાગંજની અને પછી કાનપુરની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.