Tue Jul 28 2026

Logo

વિરાટ, રોહિત કે ગિલ પણ નહીં...2026માં આ ભારતીય ખેલાડીએ બનાવ્યા છે સૌથી વધુ રન!

2026-07-28 20:07:13
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ 2026ના વર્ષમાં અત્યાર સુધીમાં ભારત વતી સૌથી વધુ રન (Run) બનાવનાર બૅટ્સમૅનનું નામ સાંભળીને તમે કદાચ ચોંકી જશો. તમે વિચારશો કે વિરાટ કોહલી, રોહિત શર્મા કે શુભમન ગિલ નહીં, પણ આ ખેલાડીનું નામ કેમ બતાવવામાં આવી રહ્યું છે.

આ બૅટ્સમૅન છે ઇશાન કિશન (Ishan Kishan) જે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામે પૂરી થયેલી ટી-20 સિરીઝ સુધીમાં (2026ના વર્ષમાં) સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી છે. તેણે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં 145 રન બનાવ્યા હતા. તેના આ રન વૈભવ સૂર્યવંશીના 151 રન પછી બીજા નંબરે હતા.

પહેલી જાન્યુઆરીથી 26મી જુલાઈ સુધીમાં ઇશાન કુલ 28 મૅચ રમ્યો છે જેમાંથી 27 ઇનિંગ્સમાં તેની બૅટિંગ આવી છે અને એમાં તેણે 36.51ની સરેરાશ અને 170.00ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 986 રન બનાવ્યા છે જેમાં બે સેન્ચુરી અને છ હાફ સેન્ચુરી સામેલ છે.

2026માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા તમામ ખેલાડીઓમાં ઇશાન બીજો અને ભારતીયોમાં પ્રથમ છે. આ યાદીની ટૉપ-ટેનમાં બીજો કોઈ ભારતીય નથી.

2026ના ટોચના બૅટ્સમેન

(1) હૅરી બ્રૂક (ઇંગ્લૅન્ડ), 1078 રન

(2) ઇશાન કિશન (ભારત), 986 રન

(3) ડેરિલ મિચલ (ન્યૂ ઝીલૅન્ડ), 914 રન

(4) કરણબીર સિંહ (ઑસ્ટ્રિયા), 873 રન

(5) જેકબ બેથેલ (ઇંગ્લૅન્ડ), 856 રન

(6) જૉ રૂટ (ઇંગ્લૅન્ડ), 833 રન

(7) કુશલ ભુર્ટેલ (નેપાળ), 765 રન

(8) શાઇ હોપ (વેસ્ટ ઇન્ડિઝ), 753 રન

(9) તેન્ઝિદ હસન (બાંગ્લાદેશ), 727 રન

(10) દીપેન્દ્ર સિંહ (નેપાળ), 702 રન