નવી દિલ્હીઃ ઈરાન ઈઝારયલની લડાઈમાં હવે ભારતીયોના મૃત્યું થયા હોવાના વાવડ મળી રહ્યા છે. આ વાતની દેશના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓમાનના સોહાર શહેરમાં થયેલા હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય દસ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના અંગે વિગતવાર ચર્ચા કરતા સચીવ અસીમ મહાજને જણાવ્યું હતું કે, કુલ 11 લોકો આ ઘટનામા ઈજા પામ્યા છે, જેની સારવાર ચાલું છે. આ ઘટનામાં 10 ભારતીયો છે. ઈજાગ્રસ્તમાંથી પાંચ ભારતીયોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. અન્ય લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે.
અચાનક હુમલામાં મોત
ઈરાનના સોહાર શહેરમાં અચાનક હુમલો થયો હતો, જેમાં બે ભારતીયોના મૃત્યું થયા છે. સચીવે કહ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો અચાનક હુમલો થયો અને દોડધામ મચી ગઈ હતી. હું એમના પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. આ આઘાતભરી સ્થિતિમાં ઈશ્વર એમના પરિવારને હિંમત આપે.અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. સામાન્ય ઈજા પહોંચી છે.અમે સતત જે તે કંપનીઓના સંપર્કમાં છીએ અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ. મદદ કરવા માટે અમારા પ્રયાસો ચાલું છે.
ઓમાન અધિકારઓ સાથે સંપર્કમાં
વિદેશ મંત્રાલયના રીપોર્ટ અનુસાર ભારતીય અધિકારીએ કહ્યું હતું કે, આ ઘટનાને લઈને અમે ઓમાનના ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં છીએ. દરેક નાનામાં નાની સ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ. અહીં રહેલા દરેક ભારતીયોને પૂરતી મદદ કરવામાં આવશે. પ્રભાવિત થયેલા નાગરિકોને પ્રાધાન્ય આપવામાં આવશે.આ ડ્રોન હુમલામાં બે વિદેશી નાગરિકોના પણ મોત નીપજ્યા છે. શુક્રવારે વહેલી સવારે આ હુમલો થયો હતો. ખાડીના વિસ્તારમાં 23000 ભારતીય નાવિકો જુદા જુદા જહાંજમાં અટવાયા છે