Wed Jun 03 2026

Logo

મમતાને સૌથી મોટો ફટકો: TMC તૂટવાના આરે, ઋતબ્રત બેનર્જીના સમર્થનમાં 59 બળવાખોર ધારાસભ્યોના હસ્તાક્ષર

2026-06-03 12:36:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતાઃ  પશ્ચિમ બંગાળમાં અત્યારે ટીએમસીના નાવડી ડૂબે તેવું લાગી રહ્યું છે. વિધાનસભા ચૂંટણી બાદ ટીએમસીમાં દરાર આવી છે. હવે મમતા બેનર્જીની પાર્ટી સંકટમાં હોય તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, જે ટીએમસીએ જે ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને પાર્ટીમાંથી કાઢી મૂક્યાં હતા, તે હવે 59 ધારાસભ્યોના હસ્તાક્ષર સાથે વિધાનસભામાં પહોંચ્યાં છે. અટળ એવી છે કે, ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી અલગ ટીએમસી જૂથ બનાવવાનો દાવો રજૂ કરશે. જો આવું થાય તો મમતાની પાર્ટી ટીએમસી તૂટી જશે.

ટીએમસી પાર્ટી માટે હવે અસ્તિત્વની લગાડી

એક સમય જે પાર્ટી પશ્ચિમ બંગાળમાં સર્વસ્વ કહેવાતી, તેને વર્ષો સુધી રાજ્ય સંભાળ્યું છે તે પાર્ટી હવે અસ્તિત્વની લગાડી લડી રહી છે. અત્યારે પશ્ચિમ બંગાળમાં એક પછી એક ટીએમસી ધારાસભ્ય સદનમાં પહોંચી રહ્યાં છે, પરંતુ કોઈ હજી ચોક્કસ માહિતી આપવા માટે તૈયાર નથી. પરંતૂ સૂત્રો જણાવી રહ્યાં છે કે, ઋતબ્રત બેનર્જીથી અલગ જૂથ બનાવવાની તૈયારીમાં છે. એવું પણ જાણવા મળ્યું છે, ટીએમસીના આ બાગી ધારાસભ્ય ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહા પોતાના ટીએમસીના અસલી ધારાસભ્યા જાહેર કરવાનો દાવો કર્યો છે. આ દાવામાં 59 ધારાસભ્યોના હસ્તાક્ષર પણ છે. 

ટીએમસીમાંથી અલગ જૂથ તૈયાર થશે?

તમને જણાવી દઈએ કે, ઋતબ્રત બેનર્જીને પાર્ટીમાંથી કાઢી દેવામાં આવ્યાં હતાં. જેથી તેઓ હવે અલગ જૂથ બનાવવાની તૈયારીમાં છે. મળતી વિગતો પ્રમાણે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ વિધાનસભા સ્પીકરને પત્ર લખીને શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષ નેતાની માન્યતા આપવાની માંગ કરી છે. આ સાથે ટીએમસીના વિપક્ષના ઉપ નેતા માટે આશિમા પાત્રા અને નયના બંદોપાધ્યાયને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

શું અલગ પાર્ટી બનાવી શકાય?

થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ અને ત્યાં ભાજપની સરકાર બની છે. આ ચૂંટણીમાં ટીએમસીને 80 બેઠકો મળી હતી. નિયમોની વાત કરવામાં આવે તો, ટીએમસીમાંથી જો 54 ધારાસભ્યો બગાવત કરે તો પાર્ટી તૂટી જશે. મહત્વની વાત એ છે કે, ઋતબ્રત બેનર્જી 59 ધારાસભ્યોના હસ્તાક્ષર સાથે મમતા બેનર્જીથી અલગ થવાનો દાવો કરી રહ્યાં છે. બંધારણના નિયમ પ્રમાણે તેમના પર પક્ષ બદલવાનો કાયદો લાગુ પડે નહીં, અને ઋતબ્રત બેનર્જીનું ધારાસભ્યનું પદ પણ નહીં જાય! નિયમ પ્રમાણે કોઈ પણ પાર્ટીથી જૂદા થવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. આ બહુતમી ઋતબ્રત બેનર્જી પાસે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, તેમની પાસે 59 ધારાસભ્યોના હસ્તાક્ષર છે.