Wed Jun 03 2026

Logo

અભિષેક બેનર્જીએ સીઆઈડી કાર્યવાહીથી બચવા કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી

2026-06-03 15:46:04
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીએ કોલકાતા હાઈકોર્ટમાં નકલી સહી કેસમાં સીઆઇડી દ્વારા સંભવિત કાર્યવાહીથી બચવા અરજી કરી છે. જોકે, કોર્ટે આ અરજીને દાખલ કરી છે. સીઆઈડીએ આ કેસના અભિષેક બેનર્જી ને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. 

ટીએમસીના બે ધારાસભ્યોએ ફરિયાદ નોંધાવી હતી

આ સમગ્ર કેસમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ બાદ  ટીએમસીએ શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા. આ નિર્ણય સામે ટીએમસીના બે ધારાસભ્યોએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની નકલી સહી કરવામાં આવી છે. જેના કારણે કેસ નોંધવામાં આવ્યો હતો. 

કોલકાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી 

જેમાં વિધાનસભા સચિવાલયે ટીએમસીના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો રિતબ્રત બેનર્જી અને સંદીપન સાહાની ફરિયાદ પર કોલકાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેની બાદ  રાજ્યના ગૃહ સચિવે સીઆઈડીને તપાસ ટ્રાન્સફર કરી હતી. આ ધારાસભ્યોને બાદમાં પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે ટીએમસીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

કોર્ટે અરજી સ્વીકારવાની મંજૂરી આપી 

જ્યારે અભિષેક બેનર્જીના વકીલો દ્વારા દ્વારા મૌખિક રજૂઆત બાદ જસ્ટિસ અપૂર્બા સિંહા રેની વેકેશન બેન્ચે FIR ને પડકારતી અને કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહી સામે વચગાળાની સુરક્ષા માંગતી અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે.