Mon Aug 31 2026

Logo

થાણેમાં ફ્લેટનો સ્લેબ તૂટી પડતા વૃદ્ધા જખમી:  પાલિકાએ બિલ્ડીંગ ખાલી કરાવી

2026-04-02 19:01:27
Author: Sapna Desai
થાણેમાં ફ્લેટનો સ્લેબ તૂટી પડતા વૃદ્ધા જખમી:  પાલિકાએ બિલ્ડીંગ ખાલી કરાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: થાણે (પશ્ચિમ)માં માજિવાડામાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડીંગના પહેલા માળ પર આવેલા એક રૂમનો સ્લેબ તૂટી પડતા  ૭૫ વર્ષના સિનિયર સિટિઝન મહિલા જખમી થયા હતા. બિલ્ડીંગ જોખમી શ્રેણીમાં આવતી હોવાથી તકેદારીના પગલારૂપે આખી બિલ્ડીંગખાલી કરાવી દેવામાં આવી હતી.

થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ માજિવાડા ગામમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની વેલંકની નામની બિલ્ડીંગ આવેલી છે. લગભગ ૩૦થી ૩૫ વર્ષ જૂની બિલ્ડીંગના પહેલા માળે આવેલા રૂમ નંબર ૧૦૩નો સ્લેબ ગુરુવારે બપોરના લગભગ ૩.૫૫ વાગે તૂટી પડ્યો હતો, જેમા  ઘરમાં રહેતા ૭૫ વર્ષના કિર્તી કવીલકરને માર લાગ્યો હતો.

આ બિલ્ડીંગ સીટુએ શ્રેણીમાં એટલે કે જોખમી શ્રેણીમાં આવતી હોઈ તેને તાત્કાલિક સુરક્ષાની દૃષ્ટિએ ખાલી કરાવી દેવામાં આવી હતી અને બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી છે.  બિલ્ડીંગ કુલ ૧૨ ફ્લેટ આવેલા છે, જેમાં લગભગ ૪૦થી ૪૫ રહેવાસીઓ રહેતા હતા.થાણે પ્રશાસન દ્વારા રહેવાસીઓને તાત્પૂરતા સ્વરૂપમાં નજીક આવેલી થાણે પાલિકાની સ્કૂલમાં રહેવાની સગવડ કરી આપવામાં આવી હતી.