નાલગોંડા : તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં એક ગંભીર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જેમાં કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત હૈદરાબાદ-વિજયવાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલો વ્યક્તિ ઘાયલ થયો છે. જ્યારે તેમની પત્ની, બે બાળકો અને એક મિત્ર વ્યક્તિના મોત થયા છે. આ અકસ્માત બાદ પોલીસ સમગ્ર અકસ્માતની તપાસ કરી રહી છે.
આ લોકો ચેન્નાઈથી હૈદરાબાદ જઈ રહ્યા હતા
પોલીસના જણાવ્યા અનુસાર એક ખાનગી બસ એક કાર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં બે બાળકો સહિત પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી ચાર લોકોના મોત થયા હતા. આ લોકો ચેન્નાઈથી હૈદરાબાદ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં બસના મુસાફરો સુરક્ષિત છે.
બસે નાલગોંડાના ચિત્યલ નજીક કારને પાછળથી ટક્કર મારી હતી
આ અકસ્માતની વિગતો મુજબ વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ જઈ રહેલી બસે સવારે લગભગ 5:00 વાગ્યે નાલગોંડાના ચિત્યલ નજીક કારને પાછળથી ટક્કર મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે બસનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત થયો હતો. પરંતુ બસમાં સવાર કોઈ મુસાફરોને ઇજા થઈ નથી.