Sun Jul 05 2026

Logo

વિમાનમાં ઈથેનોલ ફ્યુઅલનો પ્રયોગ: ભારતની એવિએશન કંપનીઓ કેટલી તૈયાર?

2026-07-05 17:58:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ભારતમાં ઈથેનોલ ફ્યુઅલના પ્રયોગને લઈને સ્થિતિ પેનેરોઝ ત્રિકોણ જેવી છે. પેનેરોઝ ત્રિકોણમાં જેમ ત્રિકોણ સીધુ છે ઊલટું છે. 2ડી છે? કે 3ડી છે? એ જ સ્પષ્ટ નથી. આ જ રીતે દેશમાં ઈથોનોલ ફ્યુઅલને સામાન્ય વાહનોમાં ઉપયોગ કરવા મુદ્દે ચિત્ર હજુ સ્પષ્ટ નથી. ગૂંચવાડો એટલો માત્ર મોટો છે પણ ઊંડો નથી. દુનિયાભરમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે અનેક એવા પ્રયોગ થઈ રહ્યા છે. એવિએનશ ફિલ્ડમાં કોઈ મોટો ફેરફાર થવાનો હોય એવા એંધાણ વર્તાય રહ્યા છે. 

દક્ષિણ કોરિયાએ ઈથેનોલ ફ્યૂઅલનો ઉપયોગ કરીને સસ્ટેનેબલ એવિએશન ઑપરેશન કરવા નિર્ણય કર્યો છે. એના પગલે ભારતની એવિએશન કંપનીઓ પણ આ દિશામાં વિચાર કરી રહી છે. આ માહોલ વચ્ચે સવાલ થવો સ્વાભાવિક છે કે, હાલમાં જે વાહનો છે એ ઈથેનોલ ફ્યુઅલ પર દોડવા માટે સક્ષમ છે ખરા?

પ્રદૂષણમાં ઘટાડો થવાની આશા
આ અભિગમનો હેતુ જૂના જેટ વિમાનના ફ્યુઅલ પર નિર્ભરતા ઓછી કરીને એક પ્રયોગ કરવાનો છે, જેથી હવામાં કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુઓનું ઉત્સર્જન ઘટે. હાનિકારક ગેસ સાથેનું મિશ્રણ અટકે. સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલની વ્યાખ્યાને સમજવામાં આવે તો જુના પેટ્રોલિયમ બેઝ જેટ ફ્યુઅલ કરતા વધારે આ ઈથેનોલ ફ્યુઅલને વધારે ફ્રેન્ડલી માનવામાં આવે છે. ઈથેનોલ કૃષિના અવશેષ, ઉપયોગ થયેલા કૂકિંગ ઓઈલ અને અન્ય ઓર્ગેનિક સોર્સમાંથી તૈયાર કરવામાં આવે છે. 

આ માટે ભારતમાં હાલમાં એને પ્રાથમિકતા અપાઈ રહી છે અને કેટલાક ટેસ્ટિંગ પણ થઈ રહ્યા છે. આ ફ્યૂઅલનો સૌથી મોટો ફાયદો એ છે કે, ફ્લાઈટ જ્યારે આ ફ્યુઅલ મારફતે ટેકઓફ થશે એ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ ઓછો નીકળશે. ભારતમાં છેલ્લા ઘણી સમયથી ઈથેનોલ બ્લેંડિંગ કાર્યક્રમ પર યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યું છે. પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ કરીને ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઓછી કરવાનો લક્ષ્યાંક છે. 

વિમાનો સક્ષમ છે ખરા?
આ સિવાય ભારતમાં સસ્ટેનેબલ  એવિએશન ફ્યૂઅલ રીસર્ચ તથા વિકાસ પર એક મોટું કામ ચાલી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર દક્ષિણ કોરિયા સરકારે એવિએશન સેક્ટરમાં SAF (સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ)નો ઉપયોગ વધારવા એક પ્રયોગ કર્યો છે. ઈથેનોલ બેઝ ફ્યૂઅલના ઉત્પાદન તથા ઉપયોગને વેગ આપવા માટે પ્રયાસ કર્યો છે. આ માટે ખાસ ગેસ સ્ટેશન (પેટ્રોલ પંપ) પર ફ્યુઅલ માટેના કેટલાક પોઈન્ટ આપવામાં આવ્યા છે. 

દક્ષિણ કોરિયાની સરકાર એવું ઈચ્છે છે કે, આવનારા વર્ષોમાં એરલાઈન્સ ધીમે ધીમે જુના જેટ ફ્યુઅલના બદલે ઈકોફ્રેન્ડલી ફ્યૂઅલનો ઉપયોગ કરે. ખાસ કરીને જુદી જુદી એવિએશન કંપનીઓ સાથે પણ બેઠક કરીને એના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની પહેલ પર ભારત પણ અનુસરવા માગે છે. પણ સવાલ એ છે કે, આપણા દેશની એવિએશન કંપની કે એરલાઈન્સ પાસે એવા વિમાનો છે ખરા? અને છે તો એ ફ્લાઈટ ઑપરેશન માટે કેટલા માપદંડ પર ખરા ઊતરવું પડશે.?