Fri May 29 2026

Logo

ઓપરેશન ટાઈગર પહેલાં એકનાથ શિંદે માટે ઝટકો તૈયાર: નારાજ શાયના એનસી પાર્ટી છોડશે?

2026-05-06 18:11:52
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં ઓપરેશન ટાઈગર હાથમાં ધરવાની મહેચ્છા ધરાવતા એકનાથ શિંદેને ઓપરેશન પહેલાં ઝટકો મળી શકે છે. તેમની પાર્ટીના મોટા મહિલા નેતા પાર્ટી છોડીને સુનેત્રા પવારની પાર્ટીમાં જોડાઈ શકે છે. 

એકનાથ શિંદેની શિવસેનાના પ્રવક્તા શાયના એનસી પાર્ટીથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. વિધાન પરિષદની બેઠક માટે તેમનો વિચાર ન થયો હોવાથી તેઓ નારાજ હોવાની શક્યતા છે. તેમણે વિચાર્યું હતું કે પાર્ટી તેમને વિધાન પરિષદમાં તક આપશે, પરંતુ આવું થયું નહોતું. 

હવે શાયના એનસી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા સુનેત્રા પવારને મળ્યા છે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના માર્ગે છે.

અહીં ઉલ્લેખનીય છે કે શાયના એનસી મૂળે ભાજપનાં છે. તેમણે ભાજપમાં રાજકારણના પાઠ લીધા અને બે વર્ષ પહેલાં તેઓ વિધાનસભાની ચૂંટણી પહેલા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા હતા. 

એકનાથ શિંદેની શિવસેના દ્વારા શાયના એનસીને મુમ્બાદેવીથી વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ, તેઓ પાર્ટીના પ્રવક્તા તરીકે ડિબેટ શોમાં શિવસેનાનો બચાવ કરતા જોવા મળ્યા હતા.