હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે જ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતા ભાદરવા (ભાદ્રપદ) મહિનાનો પ્રારંભ થશે. સનાતન પરંપરામાં ભાદરવો મહિનો પૂજા-અર્ચના, જપ-તપ, વ્રત અને દાન-પુણ્ય માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમી, દસ દિવસીય ગણેશોત્સવ, હરતાલિકા તીજ, રાધાષ્ટમી અને અનંત ચતુર્દશી જેવા મોટા પર્વોની સાથે જ પિતૃઓના તર્પણ માટે પિતૃ પક્ષની પણ શરૂઆત થાય છે.
સપ્ટેમ્બર, 2026ના મહિનામાં આવતા તમામ મુખ્ય વ્રત, ઉપવાસ અને તહેવારોનું તારીખવાર સંપૂર્ણ કેલેન્ડર આ પ્રમાણેનું છે-
- સપ્ટેમ્બર, 2026માં આવનારા વ્રત અને તહેવારો
- ચોથી સપ્ટેમ્બર (શુક્રવાર): કૃષ્ણ જન્માષ્ટમી (ગોકુળાષ્ટમી)
- પાંચમી સપ્ટેમ્બર (શનિવાર): દહીં હાંડી મહોત્સવ, શિક્ષક દિન
- સાતમી સપ્ટેમ્બર (સોમવાર): અજા એકાદશી
- આઠમી સપ્ટેમ્બર (મંગળવાર): ભૌમ પ્રદોષ વ્રત, જૈન પર્યુષણ પર્વ પ્રારંભ
- નવમી સપ્ટેમ્બર (બુધવાર): માસિક શિવરાત્રી
- 14મી સપ્ટેમ્બર (સોમવાર): હરતાલિકા તીજ અને ગણેશ ચતુર્થી (ગણેશોત્સવ પ્રારંભ)
- 15મી સપ્ટેમ્બર (મંગળવાર): ઋષિ પંચમી
- 17મી સપ્ટેમ્બર (ગુરુવાર): વિશ્વકર્મા પૂજા, કન્યા સંક્રાંતિ
- 19મી સપ્ટેમ્બર (શનિવાર): રાધા અષ્ટમી
- 22મી સપ્ટેમ્બર (મંગળવાર): પરિવર્તિની એકાદશી
- 24મી સપ્ટેમ્બર (ગુરુવાર): ગુરુ પ્રદોષ વ્રત
- 25મી સપ્ટેમ્બર (શુક્રવાર): અનંત ચતુર્દશી (ગણેશ વિસર્જન)
- 26મી સપ્ટેમ્બર (શનિવાર): ભાદ્રપદ પૂર્ણિમા વ્રત
- 27મી સપ્ટેમ્બર (રવિવાર): પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) પ્રારંભ
- શું કરવું?
- ભગવાન શ્રીકૃષ્ણ, ગણેશજી અને મહાદેવની વિધિવિધાનથી પૂજા-અર્ચના કરવી.
- જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અન્ન, વસ્ત્ર અને છત્રીનું દાન કરવું.
- સવારે વહેલા સ્નાન કરી સાત્વિક દિનચર્યાનું પાલન કરવું.
શું ન કરવાનું ટાળવું?
- માંસાહાર, આલ્કોહોલ અને નશીલા પદાર્થો જેવા તમામ તામસિક ખોરાકથી દૂર રહેવું.
- વૃક્ષો-છોડવાઓને અકારણ નુકસાન ન પહોંચાડવું કે કાપવા નહીં.
- ક્રોધ, કલેશ, વિવાદ અને કોઈના પ્રત્યે અપશબ્દો બોલવાથી બચવું.
- આ મહિનામાં લગ્ન, ગૃહપ્રવેશ જેવા મોટા માંગલિક કાર્યો ટાળવાની શાસ્ત્રોક્ત પરંપરા છે.