Thu Jun 18 2026

Logo
IPL 2026:

લખનઊની ટીમનો કૅપ્ટન પંત, માલિક ગોયેન્કા અને ખેલાડીઓ રામમંદિરની મુલાકાતે...

2026-03-21 21:12:00
Author: Ajay Motiwala
Article Image

અયોધ્યાઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે 28મી માર્ચે શરૂ થનારી આઇપીએલની નવી સીઝન પહેલાં આધ્યાત્મિક સફર કરી જેમાં તેમણે ભગવાન શ્રી રામ (Shri Ram)ના આશીર્વાદ લેવા અયોધ્યાના ભવ્ય રામ જન્મભૂમિ ટેમ્પલની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે પૂજા-અર્ચના વખતે હાજરી આપી હતી.

કૅપ્ટન રિષભ પંત તથા સાથી ખેલાડીઓ સાથે ટીમના માલિક સંજીવ ગોયેન્કા પણ હતા. `એક્સ' પર એલએસજીના સત્તાવાર હૅન્ડલ પર લખવામાં આવ્યું હતું, `ડૉ. સંજીવ ગોયેન્કાએ તેમની ટીમ એલએસજીના કૅપ્ટન રિષભ પંત તેમ જ ટીમના અન્ય મેમ્બર્સ સાથે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લીધી. જય શ્રી રામ.'

ગોયેન્કાએ મંદિરમાં દર્શન કરી લીધા બાદ એએનઆઇને જણાવ્યું, `ભગવાન શ્રી રામની પ્રાર્થના ક્યારેય પર્યાપ્ત ન લાગે. મન થાય કે તેમની ભક્તિ કર્યા જ કરીએ. અમારી ટીમના ખેલાડીઓએ પણ શ્રી રામને પ્રાર્થના કરી. તેમના આશીર્વાદથી બધુ ઠીક થઈ જશે.'

લખનઊની પ્રથમ મૅચ પહેલી એપ્રિલે દિલ્હી કૅપિટલ્સ સામે રમાશે. ત્યાર પછી પાંચમી એપ્રિલે લખનઊનો મુકાબલો હૈદરાબાદ સામે, નવમી એપ્રિલે કોલકાતા સામે અને બારમી એપ્રિલે ગુજરાત સામે થશે.