નવી દિલ્હી: રામમંદિર દાન ચોરી કેસની તપાસ માટે નવી એસઆઈટીની(SIT) રચના કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જાણકારી આપી હતી. તેમજ કહ્યું હતું કે દાન ચોરીની આગળની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.
તપાસ ટીમમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પણ સમાવેશ
એસઆઈટીની નવી ટીમમાં કુલ ચાર સભ્યો છે. આઈજી કિરણ એસ ટીમનું નેતૃત્વ કરશે. તેમની સાથે ડીઆઈજી અને એસપી રેન્કના બે પોલીસ અધિકારીઓ પણ છે. તેમજ તપાસ ટીમમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી એસઆઈટી ને બે અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ આપવા નિર્દેશ
રામ મંદિર દાન ચોરી કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટને જાણ કરી કે 25 જુલાઈના રોજ એક નવી એસઆઈટીની રચના કરવામાં આવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના સૂચન સાથે સંમતિ વ્યક્ત કરી કે રામ મંદિર દાન ચોરીની તપાસ માટે રચાયેલી એસઆઈટીમાં ફોરેન્સિક ઓડિટરનો સમાવેશ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે નવી એસઆઈટી ને બે અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે જ સૂચન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, આ નવી એસઆઇટી રચના માટે સુપ્રીમ કોર્ટે જ સૂચન કર્યું હતું.
જેમાં સમગ્ર મામલાની તપાસ માટે વરિષ્ઠ આઈપીએસ અધિકારીના નેતૃત્વ હેઠળ એક નવી એસઆઈટીની રચના કરવામાં આવે.
પ્રથમ એસઆઈટી ફક્ત પ્રારંભિક તપાસ કરી રહી છે
આ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જાણ કરી હતી કે પ્રથમ એસઆઈટી ફક્ત પ્રારંભિક તપાસ કરી રહી છે.જેનો હેતુ ફક્ત એ નક્કી કરવાનો હતો કે કોઈ ગંભીર ગુનો થયો છે કે નહીં. આ તપાસમાં જાણવા મળ્યું કે ખરેખર ગુનો થયો હતો. જેના પગલે એફઆઇઆર નોંધવામાં આવી છે.