Mon Jul 27 2026

Logo

કોકરોચ જનતા પાર્ટી બાદ હવે  E20 જનતા પાર્ટીએ સંસદ માર્ચની જાહેરાત કરી

2026-07-27 16:02:29
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશના પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે. જોકે, આની વિરુદ્ધ દેશના E20 જનતા પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે હવે તેની સરખામણી કોકરોચ જનતા પાર્ટી સાથે કરવામાં આવી રહી છે. આ પાર્ટીએ પણ હવે સંસદ માર્ચની જાહેરાત કરી છે. 

E20 જનતા પાર્ટીના સમર્થકોની સંખ્યા  વધારો

જોકે,  E20 જનતા પાર્ટીના સમર્થકોની સંખ્યા પણ વધારો થઇ રહ્યો છે. તેમજ તેના અભિયાનને લોકોનું સમર્થન મળી રહ્યું છે. આ અંગે પાર્ટીની કહેવું છે કે હાલની ઇથેનોલ બ્લેનડિંગ પોલિસીના અનેક ખામીઓ છે. તેમજ જો પોલિસીમાં સુધાર કરવામાં આવે તો પેટ્રોલની કિંમતમાં હજુ પણ ઘટાડો કરી શકાય તેમ છે. 

નીતિન ગડકરીના રાજીનામાંની માંગ

આ ઉપરાંત પાર્ટીનો દાવો છે કે યોગ્ય પોલિસીના માધ્યમથી તેનો સીધો ફાયદો ખેડૂતોને પણ મળી શકે તેમ છે.તેમજ હાલનો સમય આ ખામીઓને દૂર કરવાનો છે નહિ કે તેનો બચાવ કરવાનો. જેના લીધે પાર્ટી કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના રાજીનામાંની માંગ કરી રહી છે.