Sun Jul 05 2026

Logo

પંજાબમાં કોંગ્રેસમાં આંતરિક વિવાદ, પ્રિયંકા ગાંધીએ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું

2026-07-05 16:41:47
Author: Chandrakant Kanoja
Article Image

ચંદીગઢ: પંજાબમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે. તેમજ  પાર્ટીમાં વિભાજનની આશંકા છે. જોકે, આ દરમિયાન કોંગ્રેસે વિવાદ શાંત કરવા બે વરિષ્ઠ નેતાઓને પંજાબ મોકલ્યા છે. ત્યારે હવે આ ડેમેજ કંટ્રોલની કમાન પ્રિયંકા ગાંધીએ હાથમાં લીધી છે. 

બે વરિષ્ઠ નેતાઓએ ચંદીગઢ મોકલવામાં આવ્યા 

આ દરમિયાન હાઇ કમાન્ડ દ્વારા બે વરિષ્ઠ નેતાઓએ ચંદીગઢ મોકલવામાં આવ્યા છે. તેમણે  શનિવારે ચરણજીત સિંહ ચન્ની કેમ્પના કેટલાક અસંતુષ્ટ નેતાઓને બેઠક માટે બોલાવ્યા હતા અને તેમને હાલ  શાંત રહેવા અપીલ કરી હતી. આ દરમિયાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો પણ ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને રાહુલ ગાંધીના આગમન સુધી કોઈ મોટા નિર્ણયો ન લેવા અપીલ કરી છે. 

સમર્થકો ચન્નીને સીએમ પદનો ચહેરો જાહેર કરવા અડગ 

આ ઉપરાંત હાઈકમાન્ડ દ્વારા વાત કર્યા બાદ  ચન્ની પણ શનિવારે થોડા નરમ દેખાયા પરંતુ તેમના સમર્થકો ચન્નીને સીએમ પદનો ચહેરો જાહેર કરવા અથવા તેમને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા પર અડગ રહ્યા છે. તેમજ  સમર્થકો સ્પષ્ટપણે કહે છે કે તેઓ વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નથી. 

વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને એકજૂથ કરવી જરૂરી 

આ દરમિયાન કોંગ્રેસ હાઇકમાન્ડ આ મુદ્દે તાત્કાલિક ઉકેલની દિશામાં સક્રિય છે. તેમજ આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને એકજૂથ કરવી જરૂરી છે. તેમજ વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ રાજ્યમાં પ્રચાર શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આ પ્રચાર યાત્રાને  રાહુલ ગાંધી  લીલી ઝંડી આપવા માટે પંજાબની મુલાકાત લઈ શકે છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કાની સંયુક્ત શરૂઆત કરવા માટે પંજાબના તમામ વરિષ્ઠ નેતાઓ એક જ રથ પર હાજર રહેશે. 

અમરિંદર સિંહ રાજા વડિંગના એક નિવેદન બાદ વિવાદ  ઘેરાયો

આ સમગ્ર વિવાદ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગના એક નિવેદન બાદ ઘેરાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે ટિકિટ વિતરણની જવાબદારી હાઈકમાન્ડની છે. તેમજ  હાઈકમાન્ડે જણાવ્યું છે કે  ટિકિટો મેરિટના આધારે ફાળવવામાં આવશે અને ફક્ત જીતવાની મજબૂત શક્યતા ધરાવતા ઉમેદવારોને જ આપવામાં આવશે.

 પાછલી ચૂંટણીમાં હારેલા ટિકિટ નહિ ફાળવાય 

અમરિંદર સિંહ રાજા વડિંગે જણાવ્યું હતું કે પાર્ટી આ વખતે નવા મહેનતુ યુવા નેતાઓને આગળ લાવશે. તેમજ અનુભવી નેતાઓની સાથે નવા યુવા ચહેરાઓ પણ ચૂંટણી મેદાનમાં જોવા મળશે. આ પરિસ્થિતિને જોતાં એ વાત ચોક્કસ છે કે જે નેતાઓએ ટિકિટ મેળવી હતી પરંતુ પાછલી ચૂંટણીમાં હારી ગયા હતા તેમને આ વખતે ટિકિટ આપવામાં નહિ આવે.