Fri May 01 2026

Logo

હવે ડૉલર પર જોવા મળશે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સહી! યુએસના ઇતિહાસમાં પહેલીવાર આવું બનશે

Washington DC   2026-03-27 11:49:00
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડીસી: ગત વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદથી યુએસ વહીવટીતંત્રમાં મોટા ફેરફાર થઇ રહ્યા છે. એવામાં અહેવાલ છે કે ટૂંક સમયમાં યુએસ ડોલર પેપર કરન્સી પર ડોનાલ્ડ ટ્રમ્પની સહી જોવા મળશે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગુરુવારે જાહેરાત કરી હતી કે નવી યુએસ પેપર કરન્સી પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર છાપવાનો યોજના બનાવવામાં આવી છે.

જો એસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ આ પગલું લાગુ કરશે તો યુએસના ઈતિહાસમાં પહેલીવાર બનશે કે વર્તમાન રાષ્ટ્રપતિની સહી કરન્સી પર જોવા મળે. સામાન્ય રીતે યુએસ પેપર કરન્સી પર રાષ્ટ્રપતિ નહીં પણ ટ્રેઝરી સેક્રેટરી અને ટ્રેઝરરના હસ્તાક્ષર હોય છે.

સિક્કા પર પણ ટ્રમ્પનો ચહેરો:
તાજેતરમાં એવા પણ અહેવાલો હતાં કે યુએસ ડોલરના સિક્કાઓ પર ટ્રમ્પનો ચહેરો છાપવાની યોજના બનવવામાં આવી રહી છે. અહેવાલ મુજબ આ મહિનાની શરૂઆતમાં, ફેડરલ આર્ટ્સ કમિશને ટ્રમ્પના ચહેરા સાથેના 24 કેરેટ સોનાના સ્મારક સિક્કાની અંતિમ ડિઝાઇનને મંજૂરી આપી હતી, જેને 4 જુલાઈના રોજ અમેરિકાના 250મા સ્થાપના દિવસની ઉજવણીમાં રજુ કરવામાં આવી શકે છે.

હવે અહેવાલ છે કે નવી તમામ પેપર કરન્સી ટ્રમ્પના હસ્તાક્ષરનો યોજના છે, ટ્રમ્પ સાથે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના હસ્તાક્ષર પણ ચલણ પર હશે.

નોંધનીય છે કે ટ્રમ્પને તરંગી મિજાજના માનવામાં આવે છે, તેઓ ગમે ત્યારે ચોંકાવનારા નિર્ણય લઇ શકે છે. તાજેતરમાં યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ, કેનેડી સેન્ટર પર્ફોર્મિંગ આર્ટ્સના એક વેન્યુ અને યુદ્ધ જહાજોના નવા ક્લાસના નામ સાથે ટ્રમ્પે પોતાનું નામ જોડાવ્યું હતું.