Fri Jun 12 2026

Logo

મેટ્રો એક્વા લાઈન પર હવે ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને કન્સેશન

2026-06-12 18:27:34
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વધુને વધુ મુંબઈગરા મેટ્રો રેલવેમાં પ્રવાસ કરે તે માટે મેટ્રો રેલ દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે, જેમાં હવે વિદ્યાર્થીઓ માટે જાહેર પરિવહનને વધુ સસ્તું અને સુલભ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસી)એ મુંબઈ મેટ્રોની એક્વા લાઇનમાં પ્રવાસ કરતા લાયક વિદ્યાર્થીઓ માટે તેની સ્ટુડન્ટ કન્સેશન ટ્રિપ પાસ સુવિધાનો લાભ ગ્રેજ્યુએશન સ્તર સુધી લંબાવ્યો છે.

સુધારેલા પાત્રતા માપદંડ હેઠળ મુંબઈમાં માન્ય શાળાઓ, કોલેજો, પોલિટેકનિક અને આઈટીઆઈએસમાં પૂર્ણ-સમયના અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓ એમએમઆરસી-એનસીએમસી કાર્ડનો ઉપયોગ કરીને મેટ્રો મુસાફરી પર ૨૫ ટકા કન્સેશન માટે પાત્ર છે. આ લાભ ૪૫-ટ્રિપ અથવા ૬૦-ટ્રિપ પાસ દ્વારા મેળવી શકાય છે. 

સ્ટુડન્ટ પાસ ફક્ત એક્વા લાઇન સ્ટેશનો પર અધિકૃત પોઇન્ટ ઓફ સેલ પર એમએમઆરસી-એનસીએમસી કાર્ડ પર જારી કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના દસ્તાવેજોને ચકાસ્યા બાદ જ આપવામાં આવે છે.  આ કન્સેશનનો હેતુ વિદ્યાર્થીઓ માટે મુસાફરી ખર્ચ ઘટાડવા અને જાહેર પરિવહનના વધુને વધુ ઉપયોગ થાય તે માટે પ્રોત્સાહિત કરવાનો છે.