Thu Jun 11 2026

Logo

મુંબઈ મેટ્રો એક્વા લાઈનના પ્રવાસીઓને રાહતઃ આરેથી વરલી સુધી મોબાઈલ નેટવર્ક સેવા શરૂ

2026-06-11 15:25:49
Author: mumbai samachar team
Article Image

મુંબઈ: મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ એક્વા લાઈનમાં આરે JVLRથી આચાર્ય અત્રે ચોક વચ્ચે મોબાઈલ નેટવર્કની સેવાઓ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોના અંડરગ્રાઉન્ડ પર આરે જેવીએલઆરથી આચાર્ય અત્રે ચોક વચ્ચે મોબાઈલ કનેકટિવિટી શરૂ થઇ ચુકી છે. આગામી સમયમાં આ સેવા સાયન્સ સેન્ટરથી કફ પરેડ સુધી લંબાવવામાં આવશે. 

મુંબઈગરાઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયા (vi) અને ભારતી એરટેલએ આજે સવારે મુંબઈ મેટ્રો સેવાની એક્વા લાઈનના 16 સ્ટેશનમાં મોબાઈલ નેટવર્ક ફરીથી જોડવાની જાહેરાત કરી હતી. એરટેલની કનેક્ટિવિટી હવે આરે જેવીએલઆરથી બીકેસી સુધીના 10 મેટ્રો સ્ટેશન પર સક્રિય થઇ ચુકી છે.

આરે જેવીએલઆરથી આચાર્ય અત્રે ચોક MIDC અંધેરી, મરોલ નાકા, સીએસએમઆઈ એરપોર્ટ T2, સહારા રોડ, CSMI એરપોર્ટ T1, સાંતાક્રુઝ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી), ધારાવી, શીતળા દેવી મંદિર, દાદર, સિદ્ધિવિનાયક અને વરલી સહિત દરેક સ્ટેશનોમાં મોબાઈલ નેટવર્ક સેવા શરૂ કરી દેવામાં આવી છે. અમુક સપ્તાહમાં આ મેટ્રો લાઈન સેવા સાયન્સ સેન્ટરથી કફ પરેડ વચ્ચે શરુ થઇ જશે.