(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(સીએસએમટી) પર શનિવારે કન્સ્ટ્રકશન મટિરિયલમાં આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.મધ્ય રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ સીએસએમટી પરિસરમાં રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની વર્ક સાઈટ પર પ્લેટફોર્મ નંબર ૧૮ના કલ્યાણ તરફના છેડા પર આગની દુર્ઘટના બની હતી.
સીએસએમટી વર્લ્ડ ક્લાસ સ્ટેશન પ્રોજેક્ટના ભાગરૂપે રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નવી ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસનું કામ કરવામાં આવી રહ્યું છે. શનિવારે રેલવે પરિસરમાં પ્લેટફોર્મ નંબર ૧૮ના છેવાડે રો-મટિરિયલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબિગ્રેડે પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું.