Thu Jun 18 2026

Logo
IPL 2026:

Video: ધોનીને જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી મહિલા ફેંસ, માહીએ કરી આ મોટી જાહેરાત

2026-03-23 08:50:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલની 19મી સિઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં ધોનીએ મોટું નિવેદન આપ્યું હતું. 44 વર્ષીય ધોનીએ મજાક મસ્તીમાં કહ્યું કે, તે 60 વર્ષ સુધી રમી શકે છે. આટલું સાંભળતા જ ચેપોક સ્ટેડિમ ગુંજી ઉઠ્યું હતું. ઈવેન્ટ દરમિયાન ધોનીને જોઈ એક મહિલા ફેંસ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.

ધોનીને જોતાં જ કેટલાક ફેંસ ભાવુક થઈ ગયા હતા. ખેલાડી તરીકે ધોનીની આ અંતિમ સિઝન હોઈ શકે છે તેમ માનવામાં આવે છે. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી આ સીઝનની શરૂઆત પહેલા ઘરેલુ સ્ટેડિયમમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચેન્નઈના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ એક સાથે મેદાન પર નજરે પડ્યા હતા. 

ચેન્નઈ સુપર કિંગ્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ધોની સ્ટેડિયમની અંદર આવતો નજરે પડે છે. ધોની સ્ટેડિયમમાં આવતાં જ તેના નામથી મેદાન ગુંજવા લાગે છે. વીડિયોમાં એક મહિલા ફેન ધોનીને જોઈ રડી પડી હતી, જ્યારે કેટલાક અન્ય ફેંસ ભાવુક થયા હતા.

વીડિયોમાં ધોની સહિત અન્ય ખેલાડીઓ મસ્તી કરતા નજરે પડ્યા હતા. ધોની વીડિયોમાં વિકેટકિપિંગ કરતાં જોવા મળ્યો હતો. તે દરેક બેટ્સમેન સાથે મજાક કરતો નજરે પડ્યો હતો.

 

ધોની આઈપીએલમાં 278 મેચ રમ્યો છે અને 5439 રન બનાવ્યા છે. તે ચેન્નઈને પાંચ વખત ચેમ્પિયન બનાવી ચુક્યો છે. તેણે 2024 પહેલા કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ટીમનું સુકાનીપદ ઋતુરાજ ગાયકવાડને સોંપ્યું હતું.  

ઉલ્લેખનીય છે કે ધોનીના ભવિષ્યને લઈ સતત ચર્ચાઓ થઈ રહી છે. સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથે સ્પષ્ટ કર્યું છે કે, ધોની આઈપીએલ 2026માં સમગ્ર સીઝનમાં રમશે પરંતુ તેનો રોલ થોડો અલગ હોઈ શકે છે. છેલ્લી થોડી સીઝનમાં તેની ભૂમિકામાં બદલાવ જોવા મળ્યો છે.