Wed Jun 03 2026

Logo

મહાકુંભ ફેમસ મોનાલિસાને હાઈ કોર્ટે કેમ કહ્યું કે ભાગ્યાશાળી છો તમે કેરળમાં છો!

2026-06-03 15:42:49
Author: Vimal Prajapati
Article Image

તિરુવનંતપુરમઃ પ્રયાગરાજ મહાકુંભમાંથી વાયરલ થયેલી મોનાલિસા હજી પણ ચર્ચામાં છે. મોનાલિસાએ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા તેને લઈને તે ફરી ચર્ચામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો,  મોનાલિસા અને ફરમાન ખાન કેસમાં કેરળ હાઈ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. 

સુનાવણી દરમિયાન કેરળ હાઈ કોર્ટે કહ્યું કે, ‘તમે ભાગ્યશાળી છો કે કેરળમાં છો’. જો કે, આ કેસમાં હાઈ કોર્ટ ચુકાદો અનામત રાખ્યો છે. મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસા ભોસલે અને પતિ મોહમ્મદ ફરમાન ખાન મામલે કેરળ હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. 

કેરળ હાઈ કોર્ટે હાલમાં ચુકાદો અનામત રાખ્યો

ફરહાન ખાન દ્વારા કેરળ હાઈ કોર્ટમાં આગોતરા જામીન માને અરજી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે હાઈ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે, આ કેસમાં સુનાવણી દરમિયાન હાઈ કોર્ટના ન્યાયાધીશ દ્વાર મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી હતી. હાઈ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘Lucky You Are in kerala’ જેનો અર્થ થાય કે, ‘તમે ભાગ્યશાળી છો કે કેરળમાં છો’. હાઈ કોર્ટની ટિપ્પણી બાદ મોનાલિસાના વકીલે કહ્યું કે, ‘કેરળમાં છીએ તેના કારણે જ જીવતા છીએ’.

મહાકુંભ મેળાથી વાયરલ થઈ હતી મોનાલિસા

2025માં પ્રયાગરાજમાં જે મહાકુંભ યોજાયો હતો. આ મહાકુંભ મેળાથી મોનાલિસા ભારતભરમાં વાયરલ થઈ હતી. તેની આંખોના કારણે લોકોએ તેને વાયરલ કરી અને તેની કિસ્મત બદલાઈ ગઈ હતી. આ પછી મોનાલિસાએ ફરમાન ખાન સાથે પ્રેમ થયો અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ મુદ્દો એ છે કે, આ લગ્ન પછી તરત જ વિવાદ શરૂ થઈ ગયો હતો.  મોનાલિસાના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, લગ્ન વખતે મોનાલિસાની સગીર હતી. ફરમાન ખાને મોનાલિસાને ભોળવીને તેની સાથે લગ્ન કરી લીધા હતા. 

શું છે આ સમગ્ર કેસ?

કેસની વાત કરવામાં આવે તો, કેરળ હાઈ કોર્ટમાં મોનાલિસાના વકીલે કહ્યું કે, આ લગ્ન બન્નેની સહમતી સાથે થયાં છે. મધ્ય પ્રદેશ સરકાર અને કેટલાક સંગઠનો દ્વારા ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યાં છે અને મોનાલિસાને સગીર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશ સરકારના એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુનું કહેવું છે કે, આ લગ્ન કાયદાકીય રીતે માન્ય નથી. કારણ કે, લગ્ન હિંદુ રીતિ રિવાજ પ્રમાણે થયા છે, પરંતુ છોકરો મુસ્લિમ છે. 

દાવો એવો છે કે, મોનાલિસાનો જન્મ 2009માં થયો હતો એટલે લગ્ન વખતે તે સગીર હતી.  આ કેસ અત્યારે વધારેને વધારે જટીલ બની રહ્યો છે. કેરળ સાથે મધ્ય પ્રદેશમાં પણ કેસ ચાલી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તિરુવનંતપુરમમાં પણ ફરમાન ખાન સામે પોક્સો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.