રુદ્રપ્રયાગ : ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેવા સમયે ઉત્તરાખંડના કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ઘોડા અને ખચ્ચર ચાલકોના ગેરવર્તન બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે.
ખચ્ચર ચાલકો તેમજ કુલીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી
આ અંગે મળતી માહિતી મુજબ ઉત્તરાખંડમાં યાત્રાળુઓ સાથે દુર્વ્યવહારની અનેક ઘટનાઓના અહેવાલો આવ્યા હતા. તેની બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ જણાવ્યું હતું કે કેદારનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓ સાથે દુર્વ્યવહાર કરનારા ઘોડા અને ખચ્ચર ચાલકો તેમજ કુલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
યાત્રાળુઓ સાથે આદર સાથે વર્તવા વિનંતી કરી
તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ ઘોડા અને ખચ્ચર ચાલકો, માલિકો અને કુલીઓને અપીલ કરી છે. તેમણે યાત્રાળુઓ સાથે આદર સાથે વર્તવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે આનો ઉદેશ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સલામત અને સુખદ અનુભવ પૂરો પાડવાનો છે.