Mon Jul 06 2026

Logo

કાઝીરંગાની વીર હાથણી 'જોયમાલા'નું મૃત્યુ: ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ 'વિદાય'

2026-07-05 21:46:12
Author: Mumbai Samachar Team
Article Image

કાઝીરંગાઃ સંસાર માણસનો હોય કે જંગલમાં રહેતા કોઈ જીવનો, મૃત્યુ કોઈનું પણ થાય છે ત્યારે અબોલ જીવમાં પણ સંવેદના ડૂસકા ભરી બેસે છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં જ્યારે એક અબોલ જીવનું મૃત્યુ થયું ત્યારે માણસની આંખમાં પાણી અને અન્ય અબોલ જીવમાં માયુસી જીવતી હતી. ખાલીપો ખખડતો હતો. 66 વર્ષના જોયમાલાનું શનિવારે મૃત્યુ નીપજ્યું હતુ. આ એક માદા હાથી હતી. રવિવારે કાઝીરંગા વનવિભાગના કર્મચારીઓએ ગાર્ડ ઓફ ઓનર સાથે એમને અંતિમ વિદાય આપી હતી. 

સુરક્ષાકવચ પૂરુ પાડ્યું
આ વિસ્તારમાં જોયમાલાની સેવા કોઈ સુરક્ષા જવાનના યોગદાનથી કમ નથી. 30 વર્ષ સુધી સતત નાના બાળકો તથા માણસોને સુરક્ષાકવચ પૂરૂ પાડતી મા સમાન હાથીએ કાયમી ધોરણે પોતાની આંખો બંધ કરી દીધી. વર્ષ 2004માં જોયમાલા અને તેના મહાવત સત્યબાન પેગુ વન વિભાગની એ ટીમનો ભાગ બન્યા જે વાઘની તપાસ કરવા માટે મેદાને પડતા હતા. વાઘના અચાનક હુમલાથી તો હાથીએ બચાવ્યા પણ ક્યારેય એવી સચોટ માહિતી આપી કે, વાઘના હુમલા નિષ્ફળ પુરવાર થયા. આ ખુંખાર વાઘે નેશનલ પાર્ક બોર્ડર પાસે એક ગામમાં માણસોને મારી નાખ્યા હતા. આ ઘટનાની વારંવાર ચર્ચા થાય છે અને વન્યજીવન ક્ષેત્રમાં કામ કરતા લોકોમાં તે યાદ પણ રહે છે. 

વાઘણ સામે ઢાલ બની
વાઘણ જમીન પર પડતાની સાથે જ, જોયમાલાએ તેને પગથી દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાઘણ છૂટીને ભાગી જવામાં સફળ રહી. આ ઘટનાનો વિડિયો તત્કાલીન ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર, આર.કે. દાસ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેઓ તેની પાછળ બીજા હાથી પર સવાર હતા.  પેગુએ આ ઘટનામાં ત્રણ આંગળીઓ ગુમાવી દીધી, જેના કારણે તેની મહાવત તરીકેની કારકિર્દીનો અંત આવ્યો. આ છતાં, જોયમાલાએ બીજા મહાવત, નીલકંઠ કોચની દેખરેખ હેઠળ 15 વર્ષથી વધુ સમય સુધી પેટ્રોલ હાથી તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું.  શિકાર વિરોધી પેટ્રોલિંગ, વન્યજીવન દેખરેખ, બચાવ કામગીરી અને વન સંરક્ષણ સંબંધિત દૈનિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.

મહત્ત્વનું નિવેદન
એક પ્રસંગે, હાથણી એક રેન્જ ઓફિસર, એક ગાર્ડ અને તેના મહાવતને તેની પીઠ પર બેસાડી રહી હતી ત્યારે વાઘણ જોયમાલાના માથા પર હુમલો કરી દીધો. વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના રેકોર્ડ મુજબ, વાઘણ મહાવત પેગુ પર હુમલો કરીને તેને ઘાયલ કરી, પરંતુ હાથી પાછળ હટી ગયો હોવાથી તે જોયમાલા પર પડી ન હતી. રાષ્ટ્રીય ઉદ્યાનના એક નિવેદન અનુસાર, માદા હાથણીનું શનિવારે રાત્રે ઉદ્યાનના અગોરાટોલી રેન્જના નાલોની વિસ્તારમાં લગભગ એક વર્ષ સુધી બીમારીની સારવાર બાદ મૃત્યુ થયું. નિવેદનમાં લખ્યું હતું કે, "જોયમાલાનું જીવન આપણને યાદ અપાવે છે કે કાઝીરંગાના સંરક્ષણની સફળતાની વાર્તા ફક્ત તેના સમર્પિત વન કર્મચારીઓ દ્વારા જ નહીં, પરંતુ પેટ્રોલિંગ કરતા હાથીઓ દ્વારા પણ લખવામાં આવી હતી. 

ખરા અર્થમાં સાયલન્ય વોરિયર્સ
આ સૌમ્ય દિગ્ગજો કાઝીરંગાના સાયલન્ય વોરિયર્સ છે, જે પૂર, ભૂપ્રદેશ અને અસંખ્ય સંરક્ષણના પડકારો વચ્ચે જંગલના રક્ષકો સાથે અડગ ઊભા છે. હાલના ડીએફઓ, અરુણ વિગ્નેશે જણાવ્યું હતું કે, "60 વર્ષની ઉંમર વટાવ્યા પછી હાથીઓને સક્રિય ફરજ સોંપવામાં આવતી નથી, પરંતુ નિવૃત્તિ પછી પણ તે કેમ્પમાં રહી અને નાના વાછરડાઓની માતા જેવી હતી. તેમના ઓછામાં ઓછા ત્રણ સંતાનો હાલમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં પેટ્રોલ હાથી તરીકે સેવા આપી રહ્યા છે."