Sun Oct 04 2026

Logo

ફોકસઃ કેબીસીની 18મી સીઝન: 26 વર્ષની જાદુઈ સફર...!

2026-09-11 09:33:49
Author: D. J. Nandan
ફોકસઃ કેબીસીની 18મી સીઝન: 26 વર્ષની જાદુઈ સફર...!

ડી.જે.નંદન


3 જુલાઈ 2000ના રોજ સ્ટાર પ્લસ ટેલિવિઝન ચૅનલ પર ‘કૌન બનેગા કરોડપતિ’ કાર્યક્રમનો પહેલો એપિસોડ પ્રસારિત થયો હતો. ત્યારથી લઈને આજ સુધી છેલ્લી 17 સિઝનમાં આ કાર્યક્રમના 1454 એપિસોડ પ્રસારિત થયા છે, પરંતુ એવું ભાગ્યે જ બન્યું હશે કે કોઈ એપિસોડ તેના પહેલાવાળા એપિસોડ કરતાં ઓછો આકર્ષક રહ્યો હોય. આશરે 26 વર્ષોથી ચાલી રહેલો ‘કૌન બનેગા કરોડપતિ’ ભારતીય ટેલિવિઝન ઇતિહાસનો સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય ક્વિઝ શો બનેલો છે. 


9 ઑગસ્ટ 2026થી આની 18મી સિઝન શરૂ થઈ ગઈ છે, જે અત્યાર સુધીની સિઝન કરતાં થોડી અલગ હશે. આ સિઝનની થીમ છે- પસોચના પડેગા’. ખરેખર તો અઈંના આ યુગમાં જ્યારે કોઈ પણ સવાલનો જવાબ પલક ઝપકાવતાં જ મળી શકે છે તેવા સમયે કેબીસીએ પોતાની રણનીતિમાં આ પ્રકારનો ફેરફાર લાવવો જ પડશે જેથી કોઈ પણ સવાલનો જવાબ પલક ઝપકાવતાં જ કોઈ અઈંની મદદથી ન આપી શકાય. એટલા માટે જ કદાચ આ વખતના સવાલો તથ્યોના બદલે વિષયના ઊંડા અભ્યાસ અને વિચારમાંથી નીકળશે.


જોકે કેબીસીની દરેક સિઝન પાછલી સિઝન કરતાં કોઈ ને કોઈ બાબતમાં થોડી ભિન્ન કે અલગ રહી જ છે, પરંતુ એ જોવા મળ્યું છે કે ભલે થીમમાં ફેરફાર થયો હોય કે રજૂઆતની શૈલી બદલાઈ હોય, પણ આ કાર્યક્રમની લોકપ્રિયતા પર કોઈ અસર થઈ નથી. મનોરંજનની દુનિયામાં જ્યાં મોટાભાગના રિયાલિટી શો એક-બે વર્ષમાં પોતાની ચમક ગુમાવી દે છે ત્યાં આ શોએ છેલ્લાં 26 વર્ષોથી પોતાની ચમક જાળવી રાખી છે, જે એ વાતની સાબિતી છે કે તેના જેવું બીજું કોઈ નથી. પણ સવાલ એ છે કે આખરે કેબીસીની આ લોકપ્રિયતાનું કારણ શું છે?


ખરેખર તો આપણે એ સમજવું જોઈએ કે કેબીસી એ આપણા જ્ઞાન અને સપનાંઓનું મિલન છે. સમાજમાં દરેક લાગણી કે વસ્તુ પ્રત્યે લોકોનો એક અલગ દૃષ્ટિકોણ હોય છે. કેબીસી જે જ્ઞાન પર આધારિત છે તે જ્ઞાન માટે આપણા સમાજમાં હંમેશાં ખૂબ જ આદર અને સન્માનની ભાવના રહી છે. જ્યાં બાકીના ટીવી કાર્યક્રમોને લઈને એવો અનુભવ થાય છે કે આ ખોટી વાર્તાઓ પાછળ આપણે આપણો સમય બગાડી રહ્યા છીએ, ત્યાં જ કેબીસીનું નામ લેતાંની સાથે જ મગજમાં એવી ભાવના પેદા થાય છે કે આપણે એક એવો કાર્યક્રમ જોઈ રહ્યા છીએ જે આપણું મનોરંજન કરી રહ્યો હોય કે ન કરી રહ્યો હોય, પરંતુ આપણું જ્ઞાન ચોક્કસ વધારી રહ્યો છે.


હવે જ્યારે સમાજમાં જ્ઞાન પ્રત્યે પહેલેથી જ ખૂબ આદર છે, એટલે ‘કૌન બનેગા કરોડપતિ’ શો શરૂ થતાંની સાથે જ દર્શકોનું દિલ જીતી લે છે, કારણ કે દરેક વ્યક્તિ જ્ઞાન મેળવવા ઇચ્છે છે. જ્યારે કોઈ વ્યક્તિ કેબીસી જોવા બેસે છે ત્યારે તેને એવો બિલકુલ અહેસાસ નથી થતો કે તે પોતાનો સમય બગાડી રહ્યો છે. આ નૈતિક સિદ્ધાંત કેબીસીની સફળતા પાછળનું મુખ્ય પરિબળ છે. 


બીજી વાત એ છે કે આ શો આપણી મોટી આશાઓ અને સપનાંઓ સાથે જોડાયેલો છે. તે નાનાં ગામડાંઓ અને શહેરોના સામાન્ય લોકોને પોતાની સાથે જોડે છે. આ શો બધામાં એક આશા જગાડે છે કે કોઈ પણ માણસ પોતાની મહેનત અને જ્ઞાનથી કરોડપતિ બની શકે છે અને આ જ કારણથી તે આટલો લોકપ્રિય છે. આ બધા ઉપરાંત આ કાર્યક્રમના હોસ્ટ અમિતાભ બચ્ચન છે, જેમની લગભગ 50 વર્ષની ફિલ્મી પ્રોફાઇલ અત્યંત વિશ્વસનીય છે અને અમિતાભ બચ્ચન આ કાર્યક્રમના માત્ર એન્કર જ નથી, પરંતુ તેઓ આ કાર્યક્રમની સો ટકા ઓળખ બની ચૂક્યા છે.


એમ જ નથી કે અત્યાર સુધીની 17 સિઝનમાંથી માત્ર એક જ સિઝન શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી અને બાકીની બધી સિઝન અમિતાભ બચ્ચને જ હોસ્ટ કરી છે. શાહરૂખ ખાને 2007માં કેબીસીની ત્રીજી સિઝનનું સંચાલન કર્યું હતું. આ શો અમિતાભ બચ્ચનની ઓળખ બની ગયો છે. અમિતાભ બચ્ચનની આ શો રજૂ કરવાની રીત ખૂબ જ દિલ જીતી લે તેવી, સન્માનજનક અને રમૂજી હોય છે જે લોકોને ઇમોશનલી જોડે છે. 


બીજી ખાસ વાત એ છે કે આ શોમાં સમાજના દરેક વર્ગના લોકો જેવા કે ખેડૂત, શિક્ષક, ડૉક્ટર, ગૃહિણી, વિદ્યાર્થી અને પોલીસવાળા આવી ચૂક્યાં છે. તેથી દરેક દર્શકને એવું લાગે છે કે આ મંચ તેમનો પોતાનો છે અને તેઓ પણ ત્યાં જઈ શકે છે. આ જ કારણે કેબીસી ને સમાજના તમામ વર્ગો તરફથી પ્રેમ મળ્યો છે.


કોઈ પણ શોને હિટ અને લોકપ્રિય રાખવા માટે તેમાં દર વખતે કંઈક નવું અને ફ્રેશ હોવું જરૂરી છે. કેબીસીમાં પણ દર વખતે એવા ફેરફારો કરવામાં આવે છે જેનાથી નવો શો જૂના શો કરતાં સારો, અલગ અને વધુ રસપ્રદ લાગે છે. છેલ્લાં 17 વર્ષોમાં કેબીસીએ નિયમો, લાઇફલાઇન અને ઈનામની રકમમાં ઘણા ફેરફારો કર્યા છે. આ જ કારણે તે બીજા ટીવી શો કરતાં વધુ ફેમસ છે. આ વર્ષે 18મી સિઝનમાં પણ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 


હવે સવાલો એવા નહીં હોય જેના જવાબ સીધા અને ફિક્સ હોય, પણ જવાબ આપવા માટે મગજ દોડાવવું પડશે. આજકાલ ગૂગલ, ચૅટજીપીટી અને અઈંના લીધે કોઈ પણ માહિતી સેક્ધડોમાં મળી જાય છે, એટલે સીધા સવાલો પૂછવાનો કોઈ અર્થ નથી. બસ આ જ પડકારને પહોંચી વળવા કેબીસીએ સવાલોની રીત બદલી છે. એટલે કે હવે કેબીસીમાં જવાબ આપતાં પહેલાં પવિચારવું પડશે’ અને પછી જ નિર્ણય લેવો પડશે.


સાથે જ એવું પણ છે કે આજનો દર્શક જ્ઞાનને માત્ર એક તથ્ય કે પરિણામના રૂપમાં મેળવવા નથી માગતો, પરંતુ તે એ પ્રક્રિયાને પણ જાણવા માગે છે જેનાથી તે જવાબ બન્યો હોય છે. એટલા માટે જ શોના નિર્માતાઓએ હવે જવાબ ગોખીને આપવાના બદલે સમજીને જવાબ આપવાની રણનીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. આના બંને સ્તરે ફાયદા છે. એક તરફ આનાથી સ્પર્ધકે પણ સજાગ થઈને અને સમજી-વિચારીને જવાબ આપવો પડશે, જેમાં વધુ મહેનત કરવી પડશે અને આ જ કારણે આ કાર્યક્રમની પ્રતિષ્ઠા વધશે. 


‘કૌન બનેગા કરોડપતિ’ કાર્યક્રમના સવાલોના જવાબ માત્ર અંદાજો લગાવીને આપી શકાતા નથી, પરંતુ તમને તેની સમજ હોવી જોઈએ. અને હા, સૌથી મોટી વાત એ છે કે 26 વર્ષ જૂના કોઈપણ શો માટે પોતાનો એ જ અંદાજ અને વટ જાળવી રાખવો એ બહુ મોટો પડકાર હોય છે. આ ત્યારે જ થઈ શકે જ્યારે તે દર વખતે દર્શકો સામે એક નવો પડકાર રજૂ કરે અને કેબીસી આ બાબતમાં હંમેશાં નવો પડકાર લાવે છે. આ રીતે જોઈએ તો પકૌન બનેગા કરોડપતિ’ ફેમસ હોવાના કોઈ એક નહીં પણ ઘણાં મજબૂત કારણો છે અને આ જ કારણોને લીધે કેબીસી છેલ્લાં 26 વર્ષોથી ટીવીની દુનિયામાં સૌથી લોકપ્રિય શો બનેલો રહ્યો છે.