Sun Oct 04 2026

Logo

US, લંડનથી હોંગકોંગ સુધી બેઠકો, Jio IPOને લઇને હલચલ તેજ

2026-09-08 12:32:00
Author: Mumbai Samachar Team
US, લંડનથી હોંગકોંગ સુધી બેઠકો, Jio IPOને લઇને હલચલ તેજ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ યુનિટ જિઓ પ્લેટફોર્મ્સના આઈપીઓ (IPO) ને લઈને હલચલ તેજ થઈ ગઈ છે. કંપનીએ આઈપીઓ તરફ એક મહત્વપૂર્ણ પડાવ પાર કરી લીધો છે અને હવે સંભવિત રોકાણકારો સુધી પહોંચ બનાવવાની તૈયારી શરૂ થવાના સમાચાર છે. એક રિપોર્ટ મુજબ, અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઇસ્ટમાં યોજાનારી મીટિંગ્સ દ્વારા જિઓ પ્લેટફોર્મ્સના આઈપીઓ માટે ઇન્વેસ્ટર આઉટરીચ શરૂ થઈ શકે છે.

જિઓ પ્લેટફોર્મ્સે 19 જૂન 2026ના રોજ સેબી (SEBI) સમક્ષ આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ દાખલ કર્યા હતા અને 28 ઓગસ્ટે તેને મંજૂરી મળી ગઈ હતી. પ્રપોઝ્ડ ઇશ્યૂમાં 27 કરોડ સુધીના નવા શેર જારી કરવાની વાત છે. આ કંપનીની ઇક્વિટીના આશરે 2.9% ના ડાયલ્યુઝન બરાબર હશે. જો પ્લાન મુજબ બધું થયું તો નવેમ્બરમાં જિઓ પ્લેટફોર્મ્સનો આઈપીઓ આવી શકે છે. આ ભારતના સૌથી વધુ પ્રતિક્ષિત આઈપીઓમાંનો એક છે.

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સાથે મુલાકાતની તૈયારી

રિપોર્ટ મુજબ, જિઓ પ્લેટફોર્મ્સની ટીમ અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઇસ્ટમાં સંભવિત રોકાણકારો સાથે મીટિંગ કરી શકે છે. આ બેઠકોનો હેતુ આઈપીઓ (IPO) પહેલાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સને કંપનીની ગ્રોથ, કારોબાર અને સંભવિત ઓફર વિશે માહિતી આપવાનો રહેશે.

જોકે, આઈપીઓની પૂરી તસવીર હજુ સ્પષ્ટ થઈ નથી. રિપોર્ટ મુજબ, કંપની અને તેના સલાહકારો વચ્ચે ચર્ચા ચાલુ છે અને ઓફરની સાઈઝ, વેલ્યુએશન તેમજ ટાઈમિંગ આગળ જતાં બદલાઈ શકે છે. તેથી હજુ એ નક્કી નથી કે આઈપીઓ કયા કદ (સાઈઝ) અને કયા વેલ્યુએશન પર આવશે.

Reliance પણ એકત્ર કરશે ₹12,500 કરોડ

જિઓ આઈપીઓની તૈયારીઓ વચ્ચે પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર પણ ફોકસમાં છે. એક રિપોર્ટ મુજબ, રિલાયન્સ આગામી સપ્તાની શરૂઆતમાં લોકલ કરન્સી બોન્ડ્સ દ્વારા ₹12,500 કરોડ સુધીની રકમ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર, બોન્ડ ઇશ્યૂની બેઝ સાઈઝ ₹10,000 કરોડ હશે, જ્યારે ગ્રીનશૂ ઓપ્શન દ્વારા વધારાના ₹2,500 કરોડ એકત્ર કરી શકાશે.