Sat Oct 03 2026

Logo

અલગથી ડ્રોન ફોર્સ નહીં બનાવે વાયુસેના, IAF પ્રમુખે બતાવ્યું; કેવી રીતે AIના દમ પર બદલાશે યુદ્ધની રણનીતિ

2026-10-03 15:15:00
Author: Mumbai Samachar Team
અલગથી ડ્રોન ફોર્સ નહીં બનાવે વાયુસેના, IAF પ્રમુખે બતાવ્યું; કેવી રીતે AIના દમ પર બદલાશે યુદ્ધની રણનીતિ

નવી દિલ્હીઃ  ઇન્ડિયન એરફોર્સ ડે 8 ઓક્ટોબરે મનાવાશે. એરફોર્સ ડે પહેલા , IAF એરચીફ માર્શલ અમરપ્રીત સિંહે કહ્યું કે જો સ્વદેશી પાંચમી પેઢીના એડવાન્સડ મીડિયમ કોમ્બેટ એરક્રાફટ (AMCA)ના ડેવલપમેન્ટમા વિલંબપ થાય છો તો ફોર્સના બીજા ફાઇટર પ્લેટફોર્મ્સ પર વિચાર કરવો પડી શકે છે. 

IAFને હાલના સમયમાં ફાઇટર સ્કવોર્ડનની કમીનો સામનો કરવો પડી રહ્યો છે. IAFની પાસે હાલ 42 ની મંજૂર સંખ્યાના મુકાબલે 29 ફાઇટર સ્કવોર્ડન છે. 

IAF ફાઇટર પ્લેટફોર્મ્સ પર વિચારણા કરશે

પીટીઆઈના અહેવાલ મુજબ, એર ચીફ માર્શલ એ.પી. સિંહે જણાવ્યું હતું કે, 'જો AMCA (પાંચમી પેઢી) અને અન્ય પ્રોગ્રામ્સમાં વિલંબ થશે, તો અમારે અન્ય ફાઇટર પ્લેટફોર્મ્સ પર વિચાર કરવો પડી શકે છે.'

એ.પી. સિંહે જણાવ્યું કે ફાઇટર સ્ક્વોડ્રનની અછતને પૂર્ણ કરવા માટે દળમાં દર વર્ષે 36 થી 40 ફાઇટર એરક્રાફ્ટ સામેલ કરવાની જરૂર છે.

એર ચીફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે IAF પોતાના ફાઇટર કાફલાને મજબૂત કરવા માટે અનેક પ્રોગ્રામ્સ પર કામ કરી રહી છે, જ્યારે AMCAને ભારતના ભવિષ્યના પાંચમી પેઢીના કોમ્બેટ એરક્રાફ્ટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

IAFને AIથી બદલવાની જરુર

ફાઇટર્સની સંખ્યાના ઉપરાંત, એરચીફ માર્શલે નવી ટેકનીક દ્વારા IAFને બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ભવિષ્યના મિલિટરી ઓપરેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વધતી ભૂમિકા પર ભાર મૂકતા સિંહે કહ્યું , 'અમને AI-યુક્ત ફોર્સની જરૂરિયાત છે'