હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીમાં વોટર ઈન્ટેક વધારવા માટે શક્ય એટલું પાણી પીવું, પાણી વધુ હોય એવા ફળોનું સેવન કરવાની સલાહ હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવે છે. ઉનાળામાં બજારમાં મોટી સંખ્યામાં કલિંગર એટલે કે તરબૂચ જોવા મળે છે. પરંતુ આપણામાંથી અનેક લોકો તરબૂચના બીયાથી પરેશાન થઈ જાય છે. આજે આપણે આ સ્ટોરીમાં આપણે જાણીશું કે કઈ રીતે તમે જાપાની ટેક્નિકથી કલિંગરમાંથી બીયા સરળતાથી કાઢી શકો છો.
કલિંગર બોડીને ઠંડક આપવાની સાથે સાથે બોડી હાઈડ્રેટ રાખવામાં પણ મદદ મળે છે, પરંતુ તેના બીયા કાઢવાનું સૌથી અઘરું છે. જો તમે પણ બીજને કારણે તરબૂચ ખાતા અચકાતા હોવ, તો જાપાનીઝ સ્ટાઇલથી તરબૂચ કાપવાની આ ટિપ્સ તમારા માટે વરદાન સાબિત થશે.

આજે અમે અહીં તમને એક એવી જાપાની ટેક્નિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે તરબૂચના બીયા સરળતાથી દૂર કરી શકશો. આપણામાંથી મોટાભાગના લોકો તરબૂચને વચ્ચેથી ગોળ કાપે છે, પરંતુ જાપાનીઝ રીત મુજબ તરબૂચને હંમેશા ઉભું બે ભાગમાં કાપવું જોઈએ. જ્યારે તમે તરબૂચને ઉભું કાપો છો, ત્યારે અંદર કાળા બીજની એક ચોક્કસ લાઇન અને પેટર્ન દેખાશે. આ બીજ એક પરફેક્ટ હરોળમાં ગોઠવાયેલા હોય છે.
હવે છરીની મદદથી તરબૂચની એવી રીતે સ્લાઈસ કરો કે છરી બરાબર બીજની લાઇન પર ચાલે. આ રીતે કાપવાથી મોટાભાગના બીજ છરીની સાથે જ બહાર આવી જશે. બીજ નીકળી ગયા પછી, તરબૂચને નાના ચોરસ ટુકડામાં સુધારી લો. જો કોઈ બીજ રહી ગયા હોય, તો ટૂથપિક અથવા કાંટાવાળી ચમચી (Fork)થી તેને સરળતાથી દૂર કરી શકાય છે. આ રીતે કાપેલું તરબૂચ મહેમાનોને પીરસવામાં સુંદર લાગે છે અને શરબત કે જ્યુસ બનાવવા માટે પણ તે તૈયાર થઈ જાય છે.