Thu Jun 18 2026

Logo

ઈરાન બાદ લેબનોન પર મોટા હુમલાની તૈયારીમાં ઇઝરાયલ, તસવીરો પ્રકાશમાં આવી

Tel Aviv   2026-03-08 19:29:30
Author: Chandrakant Kanojia
Article Image

તેલઅવીવ : મિડલ ઈસ્ટમાં સતત તણાવ વધી રહ્યો છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા સતત ચાલુ છે. ત્યારે ઇઝરાયલ હવે હિઝબુલ્લાહને નાબૂદ કરવા માટે લેબનોનમાં મોટા પાયે લશ્કરી કાયર્વાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. તેની એક  તસવીર મીડિયામાં પ્રકાશમાં આવી છે. 

હિઝબુલ્લાહે   ઇઝરાયલ પર હુમલાઓ વધારી દીધા

આ અંગે મળતી માહિતી મુજબ  ઇઝરાયલ લેબનોન સાથેની તેની ઉત્તરીય સરહદ પર લશ્કરી તૈનાતી વધારી રહ્યું છે. ઇઝરાયલી સૈન્ય ઇરાન સામે લેબનોનમાં મોટા ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે. મીડિયા અહેવાલમાં  ટેન્ક, સૈનિકો અને લશ્કરી વાહનોની હિલચાલ દર્શાવતા ત્રણ ફોટા શેર કરવામાં આવ્યા  છે.  હિઝબુલ્લાહે ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીની હત્યાનો બદલો લેવા માટે ઇઝરાયલ પર હુમલાઓ વધારી દીધા છે

દક્ષિણ લેબનોનમાં જમીન પર કબજો લેવાનું  શરૂ

ઇઝરાયલના રક્ષા મંત્રી  કાત્ઝે ઇઝરાયલી સરહદી વસાહતો પર હુમલા અટકાવવા માટે સેનાને લેબનોનમાં વધારાના વિસ્તારો પર કબજો કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇઝરાયલી સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નાદવ શોશાનીએ જણાવ્યું હતું કે, અમે નાગરિકોની સુરક્ષા અને હિઝબુલ્લાહના હુમલાઓને રોકવા માટે સરહદી વિસ્તારમાં વધારાના સ્થળોએ સૈનિકો તૈનાત કર્યા છે. ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં જમીન પર કબજો લેવાનું  શરૂ કરી દીધું છે. 

ઇઝરાયલ પર રોકેટ અને ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા

આ દરમિયાન હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ અને ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. જેના લીધે  ઇઝરાયલે દક્ષિણ લેબનોન અને બેકા ખીણમાં બૈરુતમાં હવાઈ હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. ઇઝરાયલે દક્ષિણ લેબનીઝ રહેવાસીઓને લિટાની નદીની ઉત્તરે જવા માટે  વિસ્થાપન આદેશો આપ્યા છે. જેના કારણે લાખો લોકો વિસ્થાપિત થયા છે.  ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં સાતથી વધુ સ્થળોએ ઘૂસણખોરી કરી છે અને બફર ઝોન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે ઇઝરાયલ આ લશ્કરી તૈનાતીને રક્ષણાત્મક કાર્યવાહી તરીકે વર્ણવી રહ્યું છે. પરંતુ તસવીરો સ્પષ્ટપણે એક મોટી લશ્કરી કાર્યવાહી સૂચવે છે.