તહેરાનઃ હિન્દ મહાસાગરમાં ઈરાનના વોરશીપ IRIS પર અમેરિકી સેનાએ કરેલા હુમલાને લઈ એક નવી અપડેટ સામે આવી છે. એક રીપોર્ટ અનુસાર જહાંજ પર રહેલા એક ઈરાની નાવિકે હુમલા થાય એ પહેલા પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, અમેરિકી સેનાએ જહાંજના ક્રુ મેમ્બર્સને જહાંજ છોડી દેવાની ચેતવણી આપી હતી. આ જ જાણકારી નાવિકે હુમલા પહેલા પોતાના પિતાને આપી હતી. આનાથી શ્રીલંકા પાસે થયેલા હુમલા પહેલા જે ચિત્ર હતું તેનાથી વિપરીત વાત જાણવા મળી છે.
નિવેદનમાં મતમતાંર
ઈરાન દ્વારા આ ઘટનાને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું, જે હકીકતથી અલગ પડે છે. ઈરાની વિદેશમંત્રી સૈયદ અબ્બાસે અમેરિકા પર આરોપ લગાવ્યા હતા. મંત્રીએ કહ્યું હતું કે, જહાંજ જ્યારે આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં હતું એ સમયે અમેરિકાએ કોઈ જ પ્રકારની ચેતવણી વગર હુમલો કરી દીધો, જ્યારે નાવિકે કહેલી વાત પરથી કહી શકાય કે, હકીકત અલગ હતી.
હવે ઈરાની નાગરિકના પિતાની વાત સામે આવતા વાર્તા પલટાઈ ચૂકી છે. નાવિકે પોતાના પિતાને જણાવ્યું હતું કે, અમેરિકાના સૈન્ય તરફથી બે વખત ચેતવણી આપવામાં આવી હતી.
જહાંજ છોડવા મંજૂરી ન આપી
વોરશિપમાં રહેલા કમાન્ડરે જહાંજ છોડવા નાવિકોને મંજૂરી ન આપી. હુમલો થાય એ પહેલા કેટલાક નાવિકો અને ક્રૂ મેમ્બર્સે પણઆ નિર્ણયને લઈ એમની સાથે ચર્ચા કરી હતી. અમેરિકાએ ટોર્પિડોથી ઈરાની યુદ્ધ જહાંજને તોડી પાડ્યું હતું. આ હુમલો શ્રીલંકાના દક્ષિણ બંદરથી આશરે 19 નોટિકલ માઈલ દૂર થયો હતો, જેમાં અનેક નાવિકના મૃત્યુ થયા હતા.
શ્રીલંકાના અધિકારીઓને ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યા બાદ રેસ્કયૂ ઑપરેશન કર્યું હતું. આ દરમિયાન 87 મૃતદેહ મળ્યા હતા. 32 ઈરાની લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ એવા લોકો હતા જે જહાંજમાંથી લાઈફ જેકેટ લઈને બચવામાં સફળ થયા હતા.